- Advertisement -

સોમવતી અમાસનું વ્રત કરવાથી મળે છે સૌભાગ્ય અને પરિવારની સુખાકારી

- Advertisement -

તા. ૮/૪/૨૪ સોમવારસોમવતી અમાસ
સૂર્યગ્રહણ – ભારતમાં દેખાશે નહીં

- Advertisement -

અમાસ તિથિ હિન્દૂ માસના વદ (કૃષ્ણ પક્ષ) ના અંતિમ દિવસે આવે છે તેની અંક સંજ્ઞા ૩૦ તરીકે ઓળખાય છે. તે દિવસે સૂર્ય અને ચંદ્ર એક રાશિમાં યુતિ કરતા (ભેગા) હોય છે.

- Advertisement -

હિન્દૂ માસમાં સોથી વધુ પ્રચલિત અમાસ દિવાળીની છે તે આસો મહિનામાં આવતી હોય છે, તે માસમાં સૂર્ય અને ચંદ્ર તુલા રાશિમાં યુતિમાં હોય છે અને દિવાળી પૂજન વખતે સ્વાતિ નક્ષત્ર યુક્ત અમાસના ભાગનું વિશેષ મહત્ત્વ હોય છે, ઉપરાંત ભાદરવા વદ પિતૃ પૂજન પર્વની અમાસમાં સૂર્ય અને ચંદ્ર કન્યા રાશિમાં યુતિમાં હોય છે જે સર્વપિતૃ અમાવસ્યા તરીકે ઓળખાય છે.

- Advertisement -

અન્ય માસમાં આવતી અમાસ તે પર્વ અનુસાર મહત્ત્વ ધરાવતી હોય છે જેમ કે વૈશાખ માસની અમાસ શનિ જયંતિ તરીકે ઓળખાય છે અને પૂજાય છે, અમાસના દિવસે આવતું સૂર્ય ગ્રહણ એ ઘણા ભાવિકો માટે કોઈ મંત્ર, કામના માટે સિદ્ધ યોગ ગણાય છે.

અમાસના દેવતા પિતૃ છે, હિન્દૂ ધર્મમાં પિતૃ પૂજન ભાદરવા વદ પક્ષમાં પિતૃની તિથિ અનુસાર કરવામાં આવતું હોય છે, પરંતુ જેમને પિતૃની તિથિ અંગે ખ્યાલ ના હોય તેમના માટે ભાદરવા વદ અમાસના દિવસે પણ પૂજન કરાય છે. સોમવારે અમાસ આવે તેને સોમવતી અમાસ કહેવાય છે.

સોમવતી અમાસ સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના સૌભાગ્ય અને પરિવારની સુખાકારી હેતુ તેનું વ્રત વિધાન કરે છે જે પ્રાંતીય રિવાજ કે માર્ગદર્શન મુજબ કરવામાં આવે છે, જેમાં સવારે શિવ મંદિરમા જઈ શિવલિંગ પર જળ અભિષેક કરે છે માતા પાર્વતીનું પૂજન કરે છે, પીપળાના વૃક્ષને જળ અર્પણ કરીને પ્રદક્ષિણા કરવામાં આવે છે અને પ્રાર્થના કરવામાં આવે છે આ દિવસે માર્ગદર્શન મુજબ ઉપવાસ પણ કરવામાં આવે છે જેમાં કોઈ ફરાળ કે ફળાહાર લેવાનું પસંદ કરે છે તો કોઈ ફક્ત દૂધ લઈ પણ ઉ પવાસ કરે છે.

આ વ્રત અંગે વધુ માર્ગદર્શન લઈને જો વ્રત કરવામાં આવે તો પતિ અને પરિવારની સુખાકારીમાં વૃદ્ધિ થાય છે તેવી ધાર્મિક માન્યતા રહેલી છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

- Advertisement -
- Advertisement -