- Advertisement -

સૂર્યકુમાર યાદવે નિરાશ કર્યા: ખાતુ ખોલાવ્યા વિના જ આઉટ

- Advertisement -

ત્રણ મેચ બાદ મુંબઈ ઈન્ડિયન્સના સૌથી વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવ વાપસી કરી હતી. પરની ખાતુ ખોલાવ્યા વિના જ આઉટ થતા ફેન્સ નિરાશ થતા હતા.
સૂર્યકુમાર યાદવ નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો હતો. થોડા દિવસ પહેલા જ NCAએ સૂર્યકુમાર યાદવને ફિટ જાહેર કર્યો હતો.

- Advertisement -

જે બાદ સૂર્યા મુંબઈ ઈન્ડિયન્સના કેમ્પમાં જોડાઈ ગયો.

- Advertisement -

આવી સ્થિતિમાં, ફેન્સને આ વિસ્ફોટક બેટ્સમેન પાસેથી ઘણી અપેક્ષાઓ હતી કે સૂર્યકુમાર આ મેચમાં ટીમ માટે શાનદાર વાપસી કરશે.

- Advertisement -

સૂર્યકુમાર યાદવ લાંબા સમય બાદ ક્રિકેટના મેદાનમાં વાપસી કરી હતી, પરંતુ આ મેચમાં પ્રવેશતાની સાથે જ સૂર્યકુમાર યાદવે ફેન્સની અપેક્ષાઓ પર પાણી ફેરવી દીધું. બેટ્સમેનની વાપસી ખૂબ જ ખરાબ રહી છે.

આ મેચમાં સૂર્યકુમાર યાદવ માત્ર બે બોલ રમીને આઉટ થયો હતો. આ મેચમાં બેટ્સમેન પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો. જોકે, સૂર્યાના આ પ્રદર્શનથી ચાહકો બિલકુલ નિરાશ નથી.

સોશિયલ મીડિયા પર ફેન્સ સૂર્યકુમારને સતત સપોર્ટ કરી રહ્યા છે. એક પ્રશંસકે પોસ્ટ શેર કરીને લખ્યું કે કોઈ વાંધો નહીં, સૂર્યકુમાર યાદવ 4 મહિના પછી રમી રહ્યો છે. તે મજબૂત વાપસી કરશે.

અન્ય એક પ્રશંસકે લખ્યું, સૂર્યા ભાઈ આરસીબી સામેની આગામી મેચમાં તમારી વાપસી માટે પ્રાર્થના કરી રહ્યો છે. 4 મહિનાની લાંબી ઈજા બાદ ફોર્મમાં પાછા આવવું મુશ્કેલ છે. આશા છે કે તમે મોટો સ્કોર કરશો અને મેચ જીતશો.

- Advertisement -
- Advertisement -