- Advertisement -

દિલ્હી કેપિટલ્સની ટીમે હેરી બ્રૂકના સ્થાને લિઝાદ વિલિયમ્સને ટીમ સામેલ કર્યો

- Advertisement -

આઈપીએલ 2024 (IPL 2024)માં દિલ્હી કેપિટલ્સની ટીમે પોતાની ટીમ મોટો ફેરફાર કર્યો છે. દિલ્હીની ટીમે ઈંગ્લેન્ડના હેરી બ્રૂક (Harry Brook)ના સ્થાને સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર લિઝાદ વિલિયમ્સને (Lizaad Williams) પોતાની ટીમમાં સામેલ કર્યો છે. અગાઉ, હેરી બ્રૂકે અંગત કારણોસર આ સિઝનમાંથી પોતાનું નામ પરત ખેંચી લીધું હતું.

- Advertisement -

લિઝાદ વિલિયમ્સે વર્ષ 2021માં સાઉથ આફ્રિકા માટે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. તે અત્યાર સુધીમાં બે ટેસ્ટ, ચાર વન-ડે ઈન્ટરનેશનલ (ODI) અને 11 T20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ની ટીમે તેને તેની બેઝ પ્રાઈઝ 50 લાખ રૂપિયામાં જોડ્યો છે.

- Advertisement -

આઈપીએલ 2024માં અત્યાર સુધી દિલ્હી કેપિટલ્સનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું છે. ટીમ પોઈન્ટ ટેબલમાં 5 મેચમાં 1 જીત અને 4 હાર સાથે સૌથી ખરાબ રન રેટ સાથે છેલ્લા એટલે કે 10માં ક્રમે છે.

- Advertisement -
- Advertisement -