- Advertisement -

ઘરને ખુશહાલીથી ભરી દેવા માંગતા હોવ તો ધ્યાનમાં રાખો વાસ્તુના આ નિયમો, પરિવારનું સ્વાસ્થ્ય રહેશે સારું

- Advertisement -


હિંદુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં દરેક નાની-મોટી વસ્તુઓને ઘરમાં રાખવા માટે કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. જો આનું ધ્યાન રાખવામાં આવે તો વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે.

- Advertisement -

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરની નાની-નાની વસ્તુઓનું ધ્યાન રાખીને તમે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી બચી શકો છો.

- Advertisement -

જો તમારા ઘરનો કોઈ નળ લીક થઈ રહ્યો હોય તો તમારે તેને તાત્કાલિક રિપેર કરાવો. સારા સ્વાસ્થ્ય માટે આ કરવું જરૂરી માનવામાં આવે છે, કારણ કે વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે લીક થતો નળ તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે. ટીપાંનો સતત અવાજ તમારા જીવનમાં ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે.

- Advertisement -

વાસ્તુ અનુસાર હંમેશા દક્ષિણ કે પૂર્વ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ. ભૂલથી પણ તમારા પગ દક્ષિણ તરફ રાખીને સૂતા નહીં. કારણ કે આમ કરવાથી તમે દરેક પ્રકારના માનસિક તણાવથી ઘેરાઈ શકો છો. તેનાથી તમારા સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડી શકે છે. વાસ્તુ અનુસાર, જો તમે સ્વસ્થ રહેવા અને શાંતિપૂર્ણ ઊંઘ લેવા માંગતા હોવ તો સૂતી વખતે દિશાઓનું ધ્યાન રાખો.

ઘણા લોકોને સીડી નીચે વસ્તુઓ રાખવાની આદત હોય છે. વાસ્તુશાસ્ત્રમાં આને યોગ્ય માનવામાં આવતું નથી, કારણ કે આમ કરવાથી તમે ઘણી બીમારીઓથી ઘેરાઈ શકો છો. સારા સ્વાસ્થ્ય માટે, વાસ્તુશાસ્ત્ર સીડીની નીચેની જગ્યાને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવાની ભલામણ કરે છે.

ધ્યાન રાખો કે જ્યારે પણ તમે અભ્યાસ કરો છો ત્યારે તમારું મોઢું પૂર્વ કે ઉત્તર તરફ હોવું જોઈએ, આ તમારી ઊર્જાને વ્યવસ્થિત રાખે છે. જે સકારાત્મક પરિણામ આપે છે. તે સારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક સાબિત થાય છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

- Advertisement -
- Advertisement -