- Advertisement -

૧૫૦મી T20 જીત મેળવનાર દુનિયાની સૌપ્રથમ ટીમ બની મુંબઈ ઇન્ડિયન્સ

- Advertisement -

એક પણ ફિફ્ટી વગર મુંબઈએ ફટકાર્યા ૨૩૪ રન, ૨૯ રનથી મેળવી સીઝનની પ્રથમ જીત : દિલ્હીની સતત ત્રીજી હારઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૭મી સીઝનમાં સતત ત્રણ મૅચમાં હારનો સામનો કરનાર અને નબળી કૅપ્ટનશિપને કારણે ટ્રોલ થનાર કૅપ્ટન હાર્દિક પંડ્યાને સોમનાથ મહાદેવનાં દર્શન ફળ્યાં છે. ગઈ કાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી કૅપિટલ્સ સામે ટૉસ હારેલી મુંબઈ ઇન્ડિયન્સે પ્રથમ બૅટિંગ કરીને પાંચ વિકેટ ગુમાવીને એક પણ ફિફ્ટી વગર ૨૩૪ રનનો T20નો સૌથી મોટો સ્કોર કર્યો હતો.

- Advertisement -

મુંબઈ ઇન્ડિયન્સના હોમગ્રાઉન્ડ પર ટાર્ગેટનો પીછો કરવા ઊતરેલી રિષભ પંતની ટીમ ૮ વિકેટ ગુમાવીને ૨૦૫ રન બનાવી શકી હતી. હાર્દિક પંડ્યાની કૅપ્ટન્સીમાં મુંબઈએ સીઝનની પ્રથમ જીત મેળવી હતી, જ્યારે દિલ્હીએ હારની હૅટ-ટ્રિક કરી છે. પૉઇન્ટ્સ-ટેબલમાં મુંબઈ આઠમા ક્રમે અને દિલ્હી દસમા ક્રમે છે.

વર્તમાન સીઝનની આ પ્રથમ જીત મુંબઈ ઇન્ડિયન્સ ફ્રૅન્ચાઇઝીની ૧૫૦મી T20 જીત હતી. આ સિદ્ધિ મેળવનાર એ દુનિયાની પ્રથમ ટીમ બની છે. રોહિત શર્મા ૨૫૦મી T20 જીતનો ભાગ બનનાર પ્રથમ ભારતીય અને ઓવરઑલ છઠ્ઠો ખેલાડી બન્યો છે. ૪૯ રનની મદદથી તેણે દિલ્હી સામે ૧૦૦૦ રન પૂરા કર્યા હતા. તે દિલ્હી સામે ૪૯ સિક્સર પૂરી કરવાની સાથે T20માં ૧૫૦૦ બાઉન્ડરી ફટકારનાર પ્રથમ ભારતીય બન્યો છે. ૧૧૬ દિવસ પહેલાં સાઉથ આફ્રિકા સામે સેન્ચુરી ફટકારનાર સૂર્યકુમાર યાદવ લગભગ ત્રણ મહિના બાદ ક્રિકેટના મેદાનમાં વાપસી કરી ઝીરોમાં આઉટ થયો હતો. જસપ્રીત બુમરાહ મુંબઈ ઇન્ડિયન્સ માટે ૧૫૦ વિકેટ લેનાર લસિથ મલિન્ગા (૧૭૦ વિકેટ) બાદ બીજો બોલર બન્યો છે. કોઈ એક ટીમ માટે ૧૫૦ વિકેટ લેનાર તે લસિથ મલિન્ગા અને સુનીલ નારાયણ બાદ ત્રીજો બોલર બન્યો. ભારતીય પેસર તરીકે સૌથી વધારે IPL વિકેટ લેનાર તે ભુવનેશ્વર કુમાર (૧૭૧ વિકેટ) બાદ બીજો બોલર બન્યો છે.

- Advertisement -

રિલાયન્સ ફાઉન્ડેશન અને મુંબઈ ઇન્ડિયન્સના એજ્યુકેશન ઍન્ડ સ્પોર્ટ્સ ફૉર ઑલ (ESA) ડેના ભાગરૂપે NGOનાં ૧૮,૦૦૦ બાળકોએ નીતા અંબાણી સાથે વાનખેડેમાં મૅચ નિહાળી હતી.

રોમારિયો શેફર્ડે IPL ઇતિહાસના સૌથી સર્વશ્રેષ્ઠ ૩૯૦ના સ્ટ્રાઇક રેટથી ૧૦ બૉલમાં ૩૯ રન કર્યા હતા. તેણે ૨૦મી ઓવરમાં ૩૨ રન ફટકાર્યા હતા, જે IPL ઇતિહાસનો ૨૦મી ઓવરનો બીજો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. રવીન્દ્ર જાડેજાએ આ પહેલાં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર સામે ૨૦૨૧માં ૨૦મી ઓવરમાં ૩૬ રન કર્યા હતા. દિલ્હીનો કૅપ્ટન રિષભ પંત ૧ રને આઉટ થતાં ૯ રનથી ૩૦૦૦ IPL રન પૂરા કરવાનું ચૂક્યો હતો. દિલ્હી તરફથી પૃથ્વી શૉ ( ૬૬ રન), અભિષેક પોરેલ (૪૧ રન) અને ટ્રિસ્ટન સ્ટબ્સ (૭૧ રન) શાનદાર ઇનિંગ્સ રમ્યા હોવા છતાં દિલ્હીએ હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમના નબળા પ્રદર્શનને કારણે રિકી પૉન્ટિંગની કોચપદેથી જલદી એક્ઝિટ થાય એવા સંકેત મળી રહ્યા છે.

IPLમાં ઝડપી ૧૫૦ વિકેટ લેનાર બોલર
ઇનિંગ્સબોલર
૧૦૫લસિથ મલિન્ગા
૧૧૮યુઝવેન્દ્ર ચહલ
૧૨૪જસપ્રીત બુમરાહ
૧૩૭ડ્વેઇન બ્રાવો
૧૩૮ભુવનેશ્વર કુમાર
IPLમાં સૌથી વધારે કૅચ પકડનાર ફીલ્ડર
કૅચફીલ્ડર
૧૧૦વિરાટ કોહલી
૧૦૯સુરેશ રૈના
૧૦૩કાઇરન પોલાર્ડ
૧૦૦રોહિત શર્મા
૯૮શિખર ધવન
૯૮રવીન્દ્ર જાડેજા
- Advertisement -
- Advertisement -