- Advertisement -

RCBની હારનો મળ્યો અસલી વિલન, આ ખેલાડીએ ટીમને લગાવ્યો ચૂનો

- Advertisement -
  • IPL 2024માં RCBનું ખૂબ જ ખરાબ પ્રદર્શન
  • બેંગલુરુ 5 મેચમાંથી એક મેચ જીતીને 8માં સ્થાને
  • RCB માટે તમામ વિદેશી ખેલાડીઓ રહ્યા ફ્લોપ

IPL 2024 RCB માટે અત્યાર સુધી ખૂબ જ ખરાબ રહી છે. બેંગલુરુ પ્રથમ 5માંથી 4 મેચ હારી છે. આવી સ્થિતિમાં પોઈન્ટ ટેબલમાં RCBની સ્થિતિ પણ ઘણી ખરાબ છે. બેંગલુરુ 5 મેચમાંથી એક મેચ જીતીને 8માં સ્થાને છે. IPLની આ સિઝનમાં વિરાટ કોહલી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે, પરંતુ RCB માટે તમામ વિદેશી ખેલાડીઓનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે.

- Advertisement -

ફાફ અને મેકસવેલ સંપૂર્ણ ફ્લોપ

- Advertisement -

RCBના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીએ રાજસ્થાન રોયલ્સ સામે સદી ફટકારી છે. આ મેચમાં કોહલીએ માત્ર 72 બોલમાં 113 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 12 ફોર અને 4 શાનદાર સિક્સર ફટકારી હતી. આ સાથે કોહલીએ ઓરેન્જ કેપ પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે. ઓરેન્જ કેપની રેસમાં કોહલી સૌથી આગળ છે. વિરાટે આ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 5 મેચ રમી છે, જેમાં તેણે પોતાના બેટથી 316 રન બનાવ્યા છે. કોહલી સિવાય RCBના અન્ય બેટ્સમેનોના આંકડા જોઈને તમને આશ્ચર્ય થશે. RCB તરફથી રમતા સાઉથ આફ્રિકાના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે 5 મેચમાં 109 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ગ્લેન મેક્સવેલનું બેટ પણ આ સિઝનમાં સંપૂર્ણપણે શાંત છે. મેક્સવેલે અત્યાર સુધી રમાયેલી 5 મેચમાં માત્ર 32 રન જ બનાવ્યા છે.

- Advertisement -

કેમરોન ગ્રીન ફલોપ

ઓસ્ટ્રેલિયાનો અન્ય એક ઓલરાઉન્ડર ખેલાડી કેમેરોન ગ્રીન પણ સારા ફોર્મમાં નથી. ગ્રીને પણ તમામ 5 મેચ રમી છે, જેમાં તેના બેટમાંથી માત્ર 68 રન જ આવ્યા છે. આ ત્રણ વિદેશી ખેલાડીઓએ મળીને IPL 2024માં રમાયેલી કુલ 5 મેચમાં 209 રન બનાવ્યા છે અને આ સિઝનમાં એકલા કોહલીએ 316 રન બનાવ્યા છે

પાટીદારે 5 તક ગુમાવી

આ સિવાય રજત પાટીદારને પણ RCBમાં તમામ 5 મેચ રમવાની તક મળી છે. પાટીદાર પણ આ સિઝનમાં સંપૂર્ણ ફ્લોપ સાબિત થઈ રહ્યો છે. અત્યાર સુધી 5 મેચમાં રજતના બેટમાંથી માત્ર 50 રન જ બન્યા છે. આ ચાર બેટ્સમેનોના રન ઉમેરવામાં આવે તો પણ માત્ર 259 રન છે, એકલા કોહલીના 316 રન છે. જો આમ જ ચાલુ રહેશે તો RCB માટે વાપસી કરવી મુશ્કેલ બનશે.

- Advertisement -
- Advertisement -