- Advertisement -

સૂર્યકુમાર યાદવે ફેન્સની અપેક્ષાઓ પર પાણી ફેરવ્યું, સોશિયલ મીડિયા પર મિમ્સ વાયરલ

- Advertisement -
  • મુંબઈ ઈન્ડિયન્સનો અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ
  • સૂર્યકુમાર યાદવ ખાતું ખોલાવ્યા વિના થયો આઉટ
  • સૂર્યકુમાર યાદવની વાપસી ખૂબ જ ખરાબ રહી છે

IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સ તેમની ચોથી મેચ દિલ્હી કેપિટલ્સ સાથે રમી રહી છે. આ સિઝનમાં અત્યાર સુધી હાર્દિક પંડ્યાની ટીમ એક પણ જીત હાંસલ કરી શકી નથી. સતત ત્રણ મેચ હાર્યા બાદ મુંબઈ આ મેચમાં પોતાની પ્રથમ જીત મેળવવા ઈચ્છશે.

- Advertisement -

ત્રણ મેચ બાદ મુંબઈ ઈન્ડિયન્સના સૌથી વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવ વાપસી કરી હતી. વાસ્તવમાં સૂર્યકુમાર યાદવ ઈજાના કારણે ટીમની બહાર હતો.

- Advertisement -

સૂર્યકુમાર યાદવ નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો હતો. થોડા દિવસ પહેલા જ NCAએ સૂર્યકુમાર યાદવને ફિટ જાહેર કર્યો હતો. જે બાદ સૂર્યા મુંબઈ ઈન્ડિયન્સના કેમ્પમાં જોડાઈ ગયો. આવી સ્થિતિમાં, ફેન્સને આ વિસ્ફોટક બેટ્સમેન પાસેથી ઘણી અપેક્ષાઓ હતી કે સૂર્યકુમાર આ મેચમાં ટીમ માટે શાનદાર વાપસી કરશે.

- Advertisement -

સૂર્યકુમારે ફેન્સને કર્યા નિરાશ

સૂર્યકુમાર યાદવ લાંબા સમય બાદ ક્રિકેટના મેદાનમાં વાપસી કરી હતી, પરંતુ આ મેચમાં પ્રવેશતાની સાથે જ સૂર્યકુમાર યાદવે ફેન્સની અપેક્ષાઓ પર પાણી ફેરવી દીધું. બેટ્સમેનની વાપસી ખૂબ જ ખરાબ રહી છે. આ મેચમાં સૂર્યકુમાર યાદવ માત્ર બે બોલ રમીને આઉટ થયો હતો. આ મેચમાં બેટ્સમેન પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો. જોકે, સૂર્યાના આ પ્રદર્શનથી ચાહકો બિલકુલ નિરાશ નથી.

સોશિયલ મીડિયા પર ફેન્સ સૂર્યકુમારને સતત સપોર્ટ કરી રહ્યા છે. એક પ્રશંસકે પોસ્ટ શેર કરીને લખ્યું કે કોઈ વાંધો નહીં, સૂર્યકુમાર યાદવ 4 મહિના પછી રમી રહ્યો છે. તે મજબૂત વાપસી કરશે. અન્ય એક પ્રશંસકે લખ્યું, સૂર્યા ભાઈ આરસીબી સામેની આગામી મેચમાં તમારી વાપસી માટે પ્રાર્થના કરી રહ્યો છે. 4 મહિનાની લાંબી ઈજા બાદ ફોર્મમાં પાછા આવવું મુશ્કેલ છે. આશા છે કે તમે મોટો સ્કોર કરશો અને મેચ જીતશો.

- Advertisement -
- Advertisement -