- Advertisement -

હાર્દિકને ફળ્યા મહાદેવ, MIએ ખોલ્યું જીતનું ખાતું; નીતા અંબાણીએ અપનાવી ખાસ યુક્તિ

- Advertisement -
  • મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 29 રનથી હરાવ્યું
  • MIએ ચોથી મેચ જીતીને હારનો સિલસિલો અટકાવ્યો
  • રોહિત શર્મા અને ઈશાન કિશન ચૂક્યા ફિફ્ટી

આખરે મુંબઈની ટીમને IPL 2024માં પહેલી જીત મળી હતી. દિલ્હી કેપિટલ્સને 29 રને હરાવ્યું છે. સતત ત્રણ હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સે ચોથી મેચ જીતીને હારનો સિલસિલો અટકાવ્યો હતો. આ જીતમાં હાર્દિકની સોમનાથ મંદિરમાં શિવની પૂજા અને નીતા અંબાણીની ખાસ યુક્તિ કામમાં આવી હતી.

- Advertisement -

હાર્દિકને મહાદેવ ફળ્યા

- Advertisement -

મુંબઈ ઈન્ડિયન્સએ પ્રથમ પાવરપ્લેમાં શાનદાર શરૂઆત કરી હતી. રોહિત શર્મા અને ઈશાન કિશન ચૂક્યા હતા, પરંતુ તેમણે મોટા સ્કોરનો પાયો નાખ્યો હતો. આ પછી બાકીના બેટ્સમેનોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું. બોલિંગ કરતી વખતે તેણે પાવરપ્લેમાં ઘણા રન બચાવ્યા અને ત્યાંથી મેચ દિલ્હી માટે મેચ જીતવી ઘણી મુશ્કેલ બની ગઈ હતી. દિલ્હી સામેની મેચના એક દિવસ પહેલા મુંબઈ ઈન્ડિયન્સનો નવો કેપ્ટન હાર્દિક પંડ્યા સોમનાથ મંદિર પહોંચ્યો હતો. મંદિરમાં શિવની પૂજા અર્ચના કરી હતી. આ દરમિયાન તેણે ટીમની જીત માટે પ્રાર્થના પણ કરી હતી.

- Advertisement -

નીતા અંબાણીએ ખાસ યુક્તિ અપનાવી

મુંબઈ ઈન્ડિયન્સની માલિક નીતા અંબાણી 18,000 બાળકો સાથે દિલ્હી કેપિટલ્સ સામેની મેચ જોવા માટે વાનખેડે પહોંચી હતી. આ દરમિયાન તમામ બાળકો પાસે ટીમનો ધ્વજ હતો. મેચ દરમિયાન વાનખેડેનો નજારો જોવા જેવો હતો. ત્યાં હાજર લગભગ દરેક વ્યક્તિના હાથમાં વાદળી ઝંડા હતા અને મુંબઈ ઈન્ડિયન્સની જર્સી પહેરી હતી.

મુંબઈ ઈન્ડિયન્સને પહેલી જીત મળી

મેચની વાત કરીએ તો મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા 234 રન બનાવ્યા હતા. રોહિતે 49, ઈશાને 42, ટિમ ડેવિડે અણનમ 45 રન અને રોમારીયો શેફર્ડે 10 બોલમાં અણનમ 39 રન બનાવ્યા હતા. લક્ષ્‍યનો પીછો કરવા ઉતરેલી દિલ્હી 8 વિકેટે 205 રન બનાવી શકી હતી. પૃથ્વી શો અને સ્ટબ્સે ફિફ્ટીની ઇનિંગ્સ રમી હતી.

- Advertisement -
- Advertisement -