- Advertisement -

ચૈત્ર નવરાત્રીના નવ દિવસ આ પ્રકારના ભોગ ધરાવી માતાને પ્રસન્ન કરો

- Advertisement -

આવતીકાલથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. માતાના ઉપાસકો માટે આ બહુ મોટો પર્વ છે. નવ દિવસ માતાને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ સમય છે. તો ચાલો જાણીએ કે નવ દિવસ માતાને કયા કયા ભોગ ધરાવવા જોઈએ…

- Advertisement -

9 દિવસ સુધી દેવી માતાને આ ભોગ ધરાવો

- Advertisement -
  • પ્રથમ દિવસે માતા શૈલપુત્રીને બરફી અર્પણ કરવી જોઈએ. ગાયના દૂધમાંથી બનેલી મીઠાઈઓ પણ તમે ભોગમાં ધરાવી શકો છો.
  • તમે ઘીમાંથી બનેલી મીઠાઈ પણ અર્પણ કરી શકો છો.
  • બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે પંચામૃત અર્પણ કરવું જોઈએ.
  • ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે. ત્રીજા દિવસે દૂધમાંથી બનેલી બરફી ચોક્કસ ચઢાવો.
  • ચોથા દિવસે માતા કુષ્માંડાને માલપુઆ અર્પણ કરવા જોઈએ. આ પ્રસાદ ચઢાવવાથી દેવી માતા પ્રસન્ન થાય છે.
  • પાંચમા દિવસે માતા સ્કંદમાતાને કેળા અર્પણ કરવા જોઈએ.
  • નવરાત્રિનો છઠ્ઠો દિવસ માતા કાત્યાયનીને સમર્પિત છે. આ દિવસે દેવી માતાને મીઠા પાન અર્પણ કરવા જોઈએ.
  • સાતમા દિવસે માતા કાલીનું પૂજન કરવામાં આવે છે. આ દિવસે ગોળથી બનેલી મીઠાઈઓ અર્પણ કરવી જોઈએ.
  • આઠમના દિવસે માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. નારિયેળમાંથી બનેલી મીઠાઈઓ દેવી માતાને અર્પણ કરવી જોઈએ.
  • નવરાત્રીના નવમા દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સોજીની ખીર, પુરી અને કાળા ચણા અર્પણ કરવા જોઈએ.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

- Advertisement -
- Advertisement -