- Advertisement -

શિવજીનો એક સરળ મંત્ર બનાવશે તમારું ભાગ્ય, જાણો આ શક્તિશાળી મંત્ર!

- Advertisement -

ભગવાન વિષ્ણુ અને શિવજીને પ્રિય એવા અધિક શ્રાવણમાસની શરૂઆત થતા જ ચારેય તરફ ભક્તિમય માહોલ સર્જાઇ ગયો છે. અધિક શ્રાવણમાં ભગવાન શંકરની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે ભોળાનાથના મંત્રોનો જાપ કરવો ખૂબ લાભદાયી સાબિત થાય છે અને આ મંત્રજાપથી ભોળાશંકર તુરંત પ્રસન્ન થાય છે. ભગવાન શિવની આરાધના કરવા માટે આ વર્ષે બે શ્રાવણનો લાભ મળી રહ્યો છે.

- Advertisement -

અધિક શ્રાવણમાં કરવામાં આવેલ પૂજા, પાઠ, વ્રત, તપ, આરાધનાથી મહાદેવ જટ રીઝી જાય છે અને તેમના જાતકને પ્રસન્ન થઇને આશીર્વાદ આપે છે એટલે આ બે મહિનાનો લાભ દરેક વ્યક્તિએ લેવો જ જોઇએ.

- Advertisement -

આ મહિનો બુદ્ધિ, જ્ઞાનવૃદ્ધિ, ઐશ્વર્ય, ધન, સુખ-સૌભાગ્યની પ્રાપ્તિ કરાવનાર અને સર્વ વ્યાધિનું નિવારણ કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મહિનામાં શિવલિંગ પર દૂધ કે જળ વડે અભિષેક કરતાં સમયે આ મંત્રોનો જાપ કરવો. આ શક્તિશાળી અને ખૂબ જ ચમત્કારી શિવમંત્રોનો જાપ કરવાથી આપનો ભાગ્યોદય નક્કી છે સાથે સાથે તેના દ્વારા આપના પરિવાર પર શિવજીની અમી કૃપા વરસતી રહેશે.

- Advertisement -

ચમત્કારી શિવ મંત્રનો જાપ

‘ૐ નમ: શિવાય ‘

આ મંત્ર પૃથ્વી તત્વના પાંચ તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે. આ મંત્રના જાપથી ભગવાન શંકર તેમના ભક્તો પર અવિરત કૃપા વરસાવે છે. ખાસ કરીને આ મંત્રના જાપ દ્વારા માનસિક શાંતિની પ્રાપ્તિ થાય છે.

‘ૐ ત્ર્યમ્બકં યજામહે સુગન્ધિં પુષ્ટિવર્ધનમ્ |

ઉર્વારૂકમિવ બન્ધનાન્ મૃત્યોર્મુક્ષીય મામૃતાત્ ||

આ મહા મૃત્યુંજય મંત્ર છે. આ મંત્રને સંજીવની મંત્ર કહે છે. આ શિવજીના શક્તિશાળી મંત્રોમાંથી એક મંત્ર છે. જેની રચના માર્કંડેય ઋષિએ કરી હતી. અધિક શ્રાવણમાં આ મંત્રનો જાપ કરવાથી અકાળ મૃત્યુનો ભય અને રોગનો ભય દૂર થાય છે.

‘ૐ નમો ભગવતે રુદ્રાય ‘

અધિક શ્રાવણ તેમજ શ્રાવણ મહિનામાં આ મંત્રનો જાપ કરનાર જાતકને ભયથી મુક્તિ મળે છે અને ભગવાન શિવની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે.

‘ૐ હં હં સહ: ‘

અધિક શ્રાવણ તેમજ શ્રાવણ મહિનામાં સૌભાગ્યની પ્રાપ્તિ માટે આ મંત્રનો જાપ અવશ્ય કરવો. તેનાથી આપને શિવકૃપા, શક્તિ અને પ્રસિદ્ધિની પ્રાપ્તિ થાય છે.

‘ૐ નમ: શિવાય વ્યોમકેશ્વરાય ‘

અધિક શ્રાવણ તેમજ શ્રાવણ મહિનામાં આ મંત્રનો જાપ કરવો ખૂબ લાભદાયી માનવામાં આવે છે. આ મંત્રના જાપથી આત્મિક ઉન્નતિનું ફળ પ્રદાન થાય છે.

‘ૐ પાર્વતીપતયે નમ: ‘

શિવજી એ માતા ગૌરીના પતિ પરમેશ્વર છે એટલે શિવજીને પાર્વતીપતયે કહેવામાં આવે છે. આ મંત્ર દેવી પાર્વતીના નામ સાથે જોડાયેલ છે એટલે આ મંત્રજાપ કરવાથી શિવજીની પ્રસન્નતાની સાથે માતા પાર્વતીના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે.

‘ૐ હં હનુમતે રુદ્રાત્મકાય હું ફટ્ ‘

આ મંત્રમાં ભગવાન શિવની સાથે હનુમાનજીની સ્તુતિ કરવામાં આવી છે. આ મહિનામાં આ મંત્રનો જાપ કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે તેમજ તમામ પ્રકારના દુ:ખમાંથી મુક્તિ મળે છે.

‘ૐ શંકરાય નમ: ‘

આ મહિનામાં મહાદેવની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે આ મંત્રનો જાપ કરવો જરૂરી છે. ખાસ કરીને અઘોરી અને તાંત્રિક સાધના કરનાર શિવભક્ત આ મંત્રનો જાપ કરતા હોય છે.

‘ૐ નમ: શિવાય ગંગાધરાય ‘

આ મહિનામાં આ મંત્રનો જાપ કરવાથી જીવનમાં ધૈર્ય અને સહનશીલતામાં વૃદ્ધિ થાય છે સાથે સાથે શિવજીની અવિરત કૃપાની પ્રાપ્તિ થાય છે.

‘ૐ નમ: શિવાય શાન્તાય ‘

આ મંત્રના જાપથી ભગવાન શિવની કૃપાની પ્રાપ્તિ થાય છે અને ભક્ત સમગ્ર જીવન ચિંતામુક્ત થઇને પસાર કરે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

- Advertisement -
- Advertisement -