- Advertisement -

રાજામૌલીની 1000 કરોડની ફિલ્મમાં આમિર ની એન્ટ્રી

- Advertisement -

એસએસ રાજામૌલી અને આમિર ખાન વચ્ચે થઈ સિક્રેટ મીટીંગ

- Advertisement -

એસએસ રાજામૌલી અને મહેશ બાબુ દેશની સૌથી મોંઘી ફિલ્મ બનાવવા જઈ રહ્યાં છે. 1000 કરોડમાં બની રહેલી ફિલ્મમાં ખાસ રોલ માટે રાજમૌલીએ તેમને એપ્રોચ કર્યા છે. સાથે જ આને લઈને એક ગુપ્ત મુલાકાત કરી હોવાની વાત પણ સામે આવી રહી છે.

- Advertisement -

લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મ ફ્લોપ થયા બાદથી આમિર ખાન મોટા પડદાથી દૂર છે.

- Advertisement -

તેણે હજુ સુધી કોઈ ફિલ્મ સાઇન કરી નથી. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે આમિર ખાન દિગ્ગજ નિર્દેશક એસએસ રાજામૌલીની આગામી ફિલ્મનો ભાગ બની શકે છે. વાસ્તવમાં ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે કે આમિર રાજામૌલી અને મહેશ બાબુની આગામી ફિલ્મમાં વિલન બની શકે છે. જો કે, લાંબા સમય સુધી મેકર્સ અને આમિર તરફથી આ અંગે કંઈ કહેવામાં આવ્યું ન હતું, જેના કારણે એવું માનવામાં આવતું હતું કે આ એક અફવા છે. પરંતુ હવે આ ફિલ્મ સાથે જોડાયેલ લેટેસ્ટ અપડેટને કારણે આવી ચર્ચાઓ ફરી તેજ થઈ ગઈ છે.

રાજામૌલી અને આમિર ખાન વચ્ચે થઈ ગુપ્ત મુલાકાત

એસએસ રાજામૌલી અને મહેશ બાબુ દેશની સૌથી મોંઘી ફિલ્મ બનાવવા જઈ રહ્યાં છે. હાલ આ ફિલ્મને એસએસએમબી29 નામ આપવામાં આવ્યું છે. હાલ ફિલ્મનાં પ્રોડક્શન પર કામ ચાલી રહ્યું છે. અહેવાલો અનુસાર, બાહુબલી ફેમ ડાયરેક્ટર રાજામૌલી અને આમિર ખાને થોડા દિવસો પહેલા મુંબઈમાં એક ગુપ્ત મુલાકાત કરી હતી. બંનેની આ ગુપ્ત મુલાકાત બાદ ફરી એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મીટિંગ રાજામૌલી અને મહેશ બાબુની એસએસએમબી29 માટે હતી. જો કે હજુ સત્તાવાર રીતે કંઈ પણ કહી શકાય તેમ નથી.

રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે રાજામૌલીએ એસએસએમબી29માં મહત્ત્વની ભૂમિકા માટે આમિર ખાનનો સંપર્ક કર્યો છે. જો આ સમાચાર સાચા હોય અને આમિર આ પ્રોજેક્ટનો ભાગ બને તો ચાહકોએ બીજી મોટી ફિલ્મ માટે તૈયાર થઈ જવું જોઈએ. ખાસ વાત એ છે કે આ ફિલ્મને દેશની સૌથી મોંઘી ફિલ્મ ગણાવવામાં આવી રહી છે. તેનું બજેટ લગભગ 1000 કરોડ રૂપિયાનું હશે.

સાઉથ અને બોલિવૂડનું મિલન

આમિર રાજામૌલીની ફિલ્મનો હિસ્સો બનશે કે નહીં તે તો સમય જ કહેશે, પરંતુ છેલ્લા કેટલાક સમયમાં એવા ઘણા સ્ટાર્સ છે જેઓ સાઉથથી બોલિવૂડ અને બોલિવૂડથી સાઉથ સિનેમા તરફ પ્રયાણ કરી ચૂક્યા છે. જુનિયર એનટીઆર રિતિક રોશનની વોર 2માં જોવા મળશે. જાન્હવી કપૂર અને કિયારા અડવાણી પણ જુનિયર એનટીઆર અને રામ ચરણ સાથે કામ કરી રહી છે. આ સિવાય સંજય દત્તે દક્ષિણની ઘણી ફિલ્મો કરી છે. આ યાદી દરરોજ મોટી થઈ રહી છે.

- Advertisement -
- Advertisement -