- Advertisement -

એશ્વર્યા રાયની લાડલી આરાધ્યાના થઇ ફેક લગ્ન વાળી મોર્ફ્ડ તસવીરો અને વીડિયો વાયરલ થતા ભડક્યા ચાહકો

- Advertisement -

સોશિયલ મીડિયા પર અવારનવાર સ્ટાર્સ અને તેમના પરિવારની ઘણી તસવીરો અને વીડિયો વાયરલ થતા હોય છે. લગભગ દરેક સ્ટારના નામે અનેક ફેન પેજ હોય છે. ઘણી વખત તો એવી એવી તસવીરો સામે આવે છે કે જેને જોઈને લોકોનો દિવસ બની જાય છે, જો કે, કેટલાક ફેન પેજ એવા પણ હોય છે જે તમામ હદો પાર કરી દે છે.

- Advertisement -

આવું જ કંઈક અમિતાભ બચ્ચનની પૌત્રી આરાધ્યા બચ્ચન અને શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સાથે થયું.

- Advertisement -

આર્યન અને આરાધ્યાની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે જેમાં બંનેને લગ્નના આઉટફિટમાં એકસાથે જોઈને ચાહકો ભડકી ઉઠ્યા છે. આર્યન ખાન હાલમાં લારિસા બોનેસી સાથેના લિંક-અપના સમાચારને લઈને ચર્ચામાં હતો.

- Advertisement -

ત્યાં હવે રેડિટના ફેન પેજ પર આરાધ્યા બચ્ચન અને આર્યન ખાનની કેટલીક તસવીરો શેર કરવામાં આવી છે. આ તસવીરો બંને સ્ટાર કિડ્સના ચહેરાનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. આ તસવીરોમાં આરાધ્યા દુલ્હન અને આર્યન દુલ્હાના રૂપમાં જોવા મળી રહ્યો છે.

બંનેના પરિવારના સભ્યો એટલે કે અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને જયા બચ્ચન પણ જોવા મળે છે. કેટલીક તસવીરોમાં આરાધ્યાના હાથ પર મહેંદી જોવા મળી રહી છે તો કેટલીકમાં તે દુલ્હનના જોડામાં જોવા મળી રહી છે.

માત્ર 12 વર્ષની આરાધ્યા બચ્ચન અને આર્યન ખાનની આ મોર્ફ્ડ તસવીરો જોઈને સોશિયલ મીડિયા પર ફેન્સ ખૂબ જ ગુસ્સામાં છે. ઘણા યુઝર્સે તો આવી તસવીર બનાવનાર વ્યક્તિ વિરુદ્ધ રિપોર્ટ દાખલ કરવાની વાત પણ કરી છે.

તો ઘણાએ આને શરમજનક કૃત્ય ગણાવ્યું. જણાવી દઈએ કે આ તસવીરો અને વીડિયો સંપૂર્ણપણે ફેક છે. બંનેની આ તસવીરો બનાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -