- Advertisement -

આ નવરાત્રિમાં હાથી પર સવાર થઈને આવશે માતા આધ્યશક્તિ, જાણો કેવી રીતે મળશે માતા લક્ષ્મીના આશીર્વાદ?

- Advertisement -

ત્યારે આવો જાણીએ કે કેવાં વિશેષ ફળની પ્રાપ્તિ કરાવશે આ નવરાત્રી? અને કઈ વિધિ સાથે કરેલું ઘટસ્થાપન બનશે લાભદાયી?

- Advertisement -

- Advertisement -

ઘટસ્થાપનના શુભ મુહૂર્ત

- Advertisement -

સવારે ૬:૪૦ થી ૮:૦૦

સાંજે ૬:૩૫ થી ૭:૩૫

અભિજિત મુહૂર્ત

બપોરે ૧૨:૧૦ થી ૧૨:૫૦

ઘટસ્થાપનાની વિધિ

⦁ શુભ મુહૂર્તમાં માટીના વાસણમાં સપ્ત ધાન્ય મૂકો.

⦁ એક કળશમાં જળ ભરીને તેના ઉપરના ભાગ પર નાડાછડી બાંધો.

⦁ કળશને સપ્ત ધાન્યવાળા માટીના પાત્ર પર મૂકી દો.

⦁ કળશ પર આસોપાલવના પાન મૂકો.

⦁ એક નારિયેળને લાલ વસ્ત્રમાં લપેટી નાડાછડી વડે બાંધી દો.

⦁ નાડાછડી વડે બંધાયેલું નારિયેળ કળશના પાન પર સ્થાપિત કરો.

⦁ કળશની શાસ્ત્રોક્ત પૂજા કરી આદ્યશક્તિનું આવાહન કરો.

⦁ નવરાત્રીના તમામ દિવસો દરમિયાન આસ્થા સાથે કળશની પૂજા કરો

શું રાખશો વિશેષ ધ્યાન ?

⦁ ઘટસ્થાપન અને અનુષ્ઠાન કર્યું હોય તો નિત્ય જ કળશની પૂજા કરો.

⦁ ઘરમાં બિલ્કુલ પણ કલેશ ન થાય તેનું ધ્યાન રાખો.

⦁ નવરાત્રી દરમિયાન ઉપવાસ કરો. ઉપવાસમાં માત્ર ફળ જ ગ્રહણ કરી શકાય છે !

⦁ જો ઉપવાસ થઈ શકે તેમ ન હોય તો સાદુ ભોજન ગ્રહણ કરો. પરંતુ, આ ભોજન સાત્વિક જ હોવું જોઈએ. કાંદા-લસણ જેવી તામસિક વસ્તુઓથી દૂર રહો.

⦁ અનુષ્ઠાન દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરો.

ફળદાયી મંત્ર

ૐ ઐં હ્રીં ક્લીં ચામુંડાયૈ વિચ્ચે ।

રોગમુક્તિ અર્થે:- ।। ઐં નમઃ ।।

લક્ષ્‍મીપ્રાપ્તિ અર્થે:- ।। હ્રીં નમઃ ।।

યાદશક્તિમાં વૃદ્ધિ અર્થે:- ।। ક્લીં નમઃ ।।

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

- Advertisement -
- Advertisement -