- Advertisement -

માઁ નવદુર્ગાની આરાધનાનું મહાપર્વ ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ

- Advertisement -

આજથી ચૈત્રી નવરાત્રી પર્વની ઉજવણીનો પ્રારંભ થયો છે. નવ દિવસ નવદુર્ગાની પૂજા આરાધના સહિતના વિવિધ અનુષ્ઠાનો થશે.
રાજકોટમાં આશાપુરા મંદિર, માઈ મંદિર, કાલી મંદિર, જીવંતિકા માતાનું મંદિર સહિતના માતાજીના આવેલા મંદિરોમાં આજથી નવ દિવસ શકિતની આરાધના થશે માતાજીના ગરબા, પાઠ વગેરે યોજાશે.

- Advertisement -

જુનાગઢ
જુનાગઢના અનેક માતાજીના મંદિરોમાં આજતી ચૈત્રી નવરાત્રીના ભાગરૂપે ઠેર ઠેર પૂજા અર્ચન આરતી પાઠ ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

- Advertisement -

આજે ચૈત્રી સુદ એકમ એટલે તપ જપના આકરા નવરાત્રા ભારે તાપ વચ્ચે આરંભ થઈ ચુકયો છે. અસંખ્ય માઈ ભકતો વહેલી સવારથી માતાજી જગદંબા વાઘેશ્વરી કાલીકા સહિતના મંદિરોમાં દર્શનાર્થે જતા જોવા મળી રહ્યા છે.

- Advertisement -

જુનાગઢ ગીરનાર રોડ પર આવેલા પહાડ ઉપર પૌરાણીક વાઘેશ્ર્વરી માતાજીનું મંદિર આદી અનાદી કાળથી આવેલું છે. જયાં દર વર્ષે ચૈત્રી નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. આજે 9 એપ્રીલ ચૈત્રી સુદ એકથી તા.17 એપ્રીલ બુધવાર નોમ સુધી ઉજવણી કરવામાં આવશે. માતાજીના દર્શન સવારે 6થી રાત્રીના 10 સુધી દર્શન માટે ખુલ્લુ રહેશે. બપોરના 1થી 3 દરમ્યાન માતાજીનું મંદિર બંધ રહેશે. સવારે 7-15 કલાકે મંગળા આરતી બાદ શૃંગાર આરતી 8-15 કલૂકે શયન આરતી સાંજે 7-15 કલાકે કરવામાં આવશે. તા.13 એપ્રીલને શનિવારના જુનાગઢના ટીવી કલાકારો રાજુભાઈ ભટ્ટ, નીરૂબેન દવે, અવધ ભટ્ટ અને સાથી કલાકારો સાંજે 5-30થી 8-30 બેઠા ગરબાનું ગાન કરશે, ચૈત્રી સુદ આઠમના અષ્ઠમી નવરાત્રીના સવારે માતાજીના યજ્ઞનો શુભારંભ સવારે 10 કલાકે કરવામાં આવશે. સાંજે 5-30 કલાકે માતાજીનું બીડુ ચંડીપાઠ સાથે હોમવામાં આવશે. ઉપરાંત ઉપલા વાઘેશ્ર્વરી મંદિરે પણ મંગળા આરતી, શૃંગાર આરતી શયન આરતી સહિતના વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યાનું મેનેજીંગ ટ્રસ્ટી મુકેશભાઈ રાજપરા દ્વારા આયોજન કરવામાં આવ્યાનું જણાવાયું છે.

ગોંડલ
ગોંડલના વિશ્વ પ્રસિધ્ધ ભુવનેશ્ર્વરી પીઠ મંદિર ખાતે ચૈત્રી નવરાત્ર નિમિતે ચૈત્ર સુદ એકમ તા.9 મંગળવાર નવરાત્રી પ્રારંભના દિવસે પાથાત્મક શચદંડી યજ્ઞનો પ્રારંભ થશે. ઘટસ્થાપન સવારે નવથી સાડા દસ દરમ્યાન થયેલ આચાર્ય પુ.ઘનશ્યામ મહારાજનો જન્મ દિવસ હોય તેમના હસ્તે પુ.ચરણતિર્થ મહારાજની ગાદીનું પુજન કરાશે. બાદ માં ભુવનેશ્વરીની મહાપુજા તથા અષ્ટમી તા.16 મંગળવારના સમુહ શતચંડી મહાયજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન કરાયું છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

- Advertisement -
- Advertisement -