ગણપતિ બાપા મોરિયા અગલે બરસ તું જલ્દી આ… ના નાદ સાથે લોકો ભક્તિભાવપૂર્વક ગણેશજીને વિદાય આપતાં હોય છે. ગણેશજીને ખાલી હાથ ન જવા દેવાનો રિવાજ છે. જેને પગલે અનેક લોકો દ્વારા સ્પેશિયલ વિસર્જન માટે ભોગ બનાવવામાં આવે છે. તમે પણ ઘરે આ ભોગ સ્પેશિયલ વાનગી બનાવીને ગણેશજીને ખુશ કરી શકો છો.
જેનાથી તેઓ સંતુષ્ટિ સાથે વિદાય લે છે.
ચુરમાના લાડુ રેસિપી
- 1 કપ ઘઉંનો લોટ
- 1 કપ ઘી
- 1 કપ પાઉડર ગોળ અથવા ખાંડ
- 1 નાની ચમચી ઈલાયચી પાઉડર
- 2 મોટા ચમચા નારિયેળનું છીણ
- 1 મોટો ચમચો તલ
- અડધો કપ બદામ અને કાજુ
- અડધો કપ ગરમ દૂધ
ચુરમાના લાડુ બનાવવાની રીત:
- એક મોટો વાટકો લો. તેમાં ઘઉં અને અડઘો કપ ઘી નાખીને સરખી રીતે હલાવો.
- ત્યારબાદ તેમાં પાણી નાખીને લોટ બાંધી લો.
- હવે લોટના નાના નાના બોલ બનાવી લો.
- એક પેનમાં ઘી ગરમ કરો
- લોટના બનાવેલા બોલ મધ્યમ આંચ પર સોનેરી ભૂરા થાય ત્યાં સુધી તળો
- તળેલા બોલને પેપર પર કાઢીને ઠંડા થવા દો
- જ્યારે ઠંડા પડી જાય ત્યારે તેને નાના નાના ટુકડા કરીને મિક્સમાં નાખીને ચુરમુ બનાવી લો.
- એક મોટા વાટકામાં ચુરમાને લો. તેમાં ગોળ અને ખાંડ, ઈલાયચી પાઉડર, નારિયેળનું છીણ અને ડ્રાય ફ્રુટને ભેળવી દો.
- આ મિશ્રણમાં ધીરે ધીરે ગરમ દૂધ નાખો. અને તેને સારી રીતે ભેળવી દો.
- તમારા હાથ પર ઘી લગાવીને ચુરમાને લાડુનો આકાર આપો.
- ગણેજીને ભોગ ધરાવતાં પહેલા લાડુને કેટલાક કલાક સેટ થવા દો.
ચણા દાળ પ્રસાદ રેસિપી:
- 1 કપ ચણા દાલ
- અડધો કપ ગોળ
- 2 મોટા ચમચા ઘી
- 2 મોટા ચમચા નારિયેળ છીણ
- 3 કપ પાણી
ચણા દાળ પ્રસાદ બનાવવાની રીત:
- ચણા દાલને ધોઈને લગભગ 30 મિનિટ સુધી પાણીમાં બોળી રાખો.
- દાળને 3 કપ પાણી સાથે ગેસ પર પકાવી લો. ધ્યાન રાખો કે દાલ આખી પાકવી ન જોઈએ
- એક પેનમાં ગોળને પાણી સાથે ધીમી આંચ પર જ્યાં સુધી હલાવો જ્યાં સુધી એક મિશ્રણ તૈયાર ન થાય.
- ગોળની ચાસણીને ગાળી લો.
- પાકેલી દાળને ગોળની ચાસણીમાં નાખી દો અને સરખી રીકે મિક્સ કરી દો.
- હવે ત્યાં સુધી ધીમી આંચ પર પકાવો કે જ્યાં સુધી દાળ એ ગોળને શોષી ન લે.અને મિશ્રણ થોડું ગાઢું ન થાય.
- હવે તેમાં ફ્લેવર માટે ઘી, ઈલાયચી પાઉડર અને નારિયેળનું છીણ નાખો.
- ગણેશજીને ભોગ ધરાવવા માટે ગરમા ગરમ પીરસો.