કોલેસ્ટ્રોલ એ ચરબી જેવો પદાર્થ છે, જે આપણા લોહીમાં હોય છે. તે શરીરના હોર્મોન્સ બનાવવામાં, વિટામિન ડી ઉત્પન્ન કરવામાં, ખોરાકને પચાવવામાં મદદરૂપ સાબિત થાય છે. કારણ કે કોલેસ્ટ્રોલ ચીકણું અને મીણ જેવું હોય છે, જે પ્લેક બનાવીને રક્તવાહિનીઓમાં એકઠું થવા લાગે છે. જેના કારણે હૃદયના રોગો થાય છે. પરંતુ બધા કોલેસ્ટ્રોલ સરખા હોતા નથી.
આ બે પ્રકારના હોય છે – એક LDL એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ અને બીજું HDL એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ. ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવાથી શરીરમાં રોગો થાય છે, જ્યારે સારા કોલેસ્ટ્રોલ લોહીમાં હાજર વધારાનું કોલેસ્ટ્રોલ (જેમાં એલડીએલનો સમાવેશ થાય છે)ને લીવરમાં લાવે છે, જ્યાં તેને તોડીને શરીરમાંથી બહાર કાઢવામાં આવે છે.
તો ચાલો જાણીએ એવા ખોરાક વિશે જે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલનું સ્તર વધારે છે.
દવાથી નહિ પરંતુ આ ફૂડના સેવનથી ઘટાડો બેડ કોલેસ્ટ્રોલ, જાણો આ 7 ફૂડના સેવનના ફાયદા
એક્સરસાઇઝ ન કરવાથી અને અનહેલ્ધી ફૂડ, ઓઇલી ફૂડ, જંક ફૂડના વધુ સેવનથી બેડ કોલેસ્ટ્રોલ શરીરમાં વધી છ. આપ તેને કન્ટ્રોલ કરવા માંગતા હો તો આ 7 ચીજોને ડાયટમાં સામેલ કરો.
ઓટ્સ- ઓટસમાં ફાઇબરની પ્રચૂર માત્રા હોય છે. જેમાં બીટા ગ્લૂકોન પણ હોય છે. જે આંતરડાની સારી રીતે સફાઇ કરે છે. નાસ્તામાં ઓટ્સને જરૂર સામેલ કરો.
રોજ સવારે 2થી3 અખરોટ ખાવાની આદત પાડો. ખાલી પેટ તેના સેવનથી કોલેસ્ટ્રોલ પર કાબૂ મેળવી શકાય છે.
રાજમા, ચણા,મગ, સોયાબીન, અડદ વગેરે તેને અંકુરિત કરીને સલાડની રીતે તેનો ઉપયોગ કરવાથી પણ કોલેસ્ટ્રોલ પર કાબૂ મેળવી શકાય છે.
ગ્રીન વેજિટેબવનું ભરપૂર સેવન કરો. તેમાં વિટામિન એ બી સીની સાથે કેલ્શિયમ અને આયરન પણ હોય છે. જે કોલેસ્ટ્રોલને ઓછું કરે છે.
રોજ સવારે 2 કળી લસણનું સેવન કરીને પણ બેડ કોલેસ્ટ્રોલને ખતમ કરી શકાય છે.
દહીં, દૂધ, છાશ વગેરેને આપની ડાયટમાં અચૂક સામેલ કરો. ફેટી ફ્રી ડેરી પ્રોડક્ટનો ઉપયોગ કરો,
સોયાબીનથી બનેલી વસ્તુઓ, સોયામિલ્ક, સોયા દહીં,સોયો ટોફૂ, સોયાચંક્સ વગેરેને ડાયટમાં સામેલ કરો, સોયાબીની બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે.
બેડ કોલેસ્ટ્રોલ ઘટાડે છે આ 5 મસાલા
- કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં ગુણકારી મસાલા
- આદુમાં મોજૂદ જિંજરોલ શોગોલ હોય છે
- આદુના આ તત્વમાં સોજા વિરોધી ગુણ છે
- આદુના આ ગુણ કોલેસ્ટ્રોલને પણ ઓછું કરે છે.
- મરીમાં મોજૂદ પિપેરીન કોલેસ્ટ્રોલ ઘટાડે છે.
- કસૂરી મેથી પણ કોલેસ્ટ્રોલ ઓછું કરશે
- હળદરમાં મોજૂદ કકર્યુમિન યોગિક છે
- જે સોજો અને કોલેસ્ટ્રોલને ઘટાડશે.
- તજમાં સિનામાલ્ડિહાઇડ તત્વ છે
- તજમાં સિનામિક એસિડ પણ છે
- તજમાં ટ્રાઇગ્લિસરાઇડ્સ પણ છે
- આ તત્વો કોલેસ્ટ્રોલ ઘટાડવામાં કારગર
નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.