તમે પણ ચીઝમાંથી બનેલો નાસ્તો ખાતા જ હશો, આમાં ચીઝ ફિંગર્સનો પણ સમાવશ થાય છે. તમે હોટલમાં ચીઝ ફિંગર્સ ખાધી હશે, પરંતુ શું તમે ક્યારેય ઘરે ચીઝ ફિંગર્સ બનાવવાનો પ્રયાસ કર્યો છે? જો નહીં તો આજે અમે તમને તેને બનાવવાની સરળ રેસીપી જણાવીશું જેની મદદથી તમે તે ઘરે જ બનાવી શકો છો. બાળકોથી લઈને પુખ્ત વયના દરેકને તેનો સ્વાદ ગમશે અને વરસાદની ઋતુમાં ક્રેવીંગને સંતોષવા માટે આ એક બેસ્ટ ઓપ્શન છે.
સામગ્રી
- મોઝેરેલા ચીઝ – 200 ગ્રામ
- મેંદો – 3 ચમચી
- મકાઈનો લોટ – 3 ચમચી
- મીઠું – સ્વાદ મુજબ
- કાળા મરી પાવડર – ½ ચમચી
- ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ – 1 ચમચી
- બ્રેડક્રમ્સ – 1 કપ
- તેલ- તળવા માટે
બનાવવાની રીત
- ચીઝ ફિંગર્સ બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલમાં મેંદો અને મકાઈનો લોટ ઉમેરો.
- હવે તેમાં કાળા મરીનો પાવડર, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને એક ચપટી મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરો.
- આ પછી, આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરો અને સ્મૂધ બેટર તૈયાર કરો.
- પછી મોઝેરેલા ચીઝ લો અને તેના લાંબા ટુકડા કરો.
- આ પછી તેને મેંદામાં સારી રીતે કોટ કરો.
- પછી એક પ્લેટમાં બ્રેડક્રમ્સ નાખીને બાજુ પર રાખો.
- હવે એક પેનમાં તેલ ગરમ કરો.
- પછી મોઝેરેલા સ્ટીક્સને પહેલા બેટરમાં બોળી દો.
- આ પછી, તેને બ્રેડક્રમ્સમાં મૂકો અને તેને સારી રીતે રોલ કરો.
- પછી આ સ્ટિક્સને ગરમ તેલમાં નાંખો અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો.
- તૈયાર છે તમારા ટેસ્ટી અને ક્રિસ્પી ચીઝની ફિંગર્સ.
- તેમને ટોમેટો કેચપ અથવા શેઝવાન સોસ સાથે ગરમાગરમ સર્વ કરો.