બજારમાંથી લાવવાને બદલે ઘરે જ બનાવો ટેસ્ટી ડોનટ, બાળકો ચાખીને ખૂબ જ ખુશ થઈ જશે

મોટભાગના લોકોને મીઠાઈ કે ડીઝર્ટ ખાવું ગમે છે. કોઈ પણ ખુશીનો પ્રસંગ હોય કે ઉજવણી, આપણે હંમેશા મીઠાઈ અને ડીઝર્ટ બનાવતા હોઈએ છીએ અથવા તો બજારમાંથી લઈ આવીએ છીએ. ડીઝર્ટમાં સ્વાદિષ્ટ ડોનટનો પણ સમાવેશ થાય છે. તમે બજારમાંથી ખરીદીને ડોનટ ખાધા હશે. પરંતુ શું તમે તેને ઘરે બનાવવાનો પ્રયાસ કર્યો છે? જો નહીં, તો અહીં અમે તમને ડોનટની સરળ રેસીપી જણાવવા જઈ રહ્યા છીએ.

જેની મદદથી તમે ઘરે ડોનટ બનાવી શકો છો. બાળકો ઘરે બનેલા ડોનટ ખાઈને ખૂબ જ ખુશ થઈ જશે.

સામગ્રી

  • મેંદો – 2 કપ
  • બેકિંગ પાવડર – 1/4 ચમચી
  • યીસ્ટ – 1/2 ચમચી
  • ખાંડ – 1 કપ (ગ્રાઉન્ડ)
  • તેલ – તળવા માટે
  • મીઠું – જરૂરિયાત મુજબ
  • બેકિંગ પાવડર – 1/2 ચમચી
  • માખણ – 2 ચમચી
  • ચોકલેટ – ગાર્નીશિંગ માટે

બનાવવાની રીત

  • ડોનટ બનાવવા માટે, સૌથી પહેલા એક મોટા બાઉલમાં યીસ્ટને હૂંફાળા પાણીમાં પલાળી રાખો.
  • હવે અન્ય બાઉલમાં મેંદો ચાળી લો. હવે તેમાં માખણ, ખાંડ, એક ચપટી મીઠું અને બેકિંગ પાવડર મિક્સ કરો.
  • હવે આ મિશ્રણમાં યીસ્ટ ઉમેરો અને કણક તૈયાર કરો.
  • હવે આ કણકની એક મોટી જાડી રોટલી વણી લો અને તેને ડોનટ કટર અથવા ગ્લાસની મદદથી ડોનટનો આકાર આપો.
  • આ જ રીતે બધા ડોનટ તૈયાર કરો. પછી તેને ઢાંકીને 4થી 6 કલાક અથવા જ્યાં સુધી તે ફૂલની બમણા ન થાય ત્યાં સુધી રાખો.
  • હવે એક પેનમાં તેલ ગરમ કરો અને ડોનટને બંને બાજુથી સોનેરી થાય ત્યાં સુધી તળો.
  • પછી બધી બાજુએ દળેલી ખાંડ લગાવો. છેલ્લે ડોનટને ચોકલેટથી ગાર્નીશ કરો.