પેટનો દુખાવો દવા વિના 5 મિનિટમાં મટી જશે, બસ આ રીતે હીંગનો કરો ઉપયોગ

પેટનો દુખાવો એક સામાન્ય સમસ્યા છે જે કોઈપણ વ્યક્તિને કોઈ પણ કારણસર થઈ શકે છે. જેમ કે દિવસ દરમિયાન કઈ આડુ અવળું ખાઈ લીધું હોય, પેટમાં ઇન્ફેક્શન થયું હોય, ગેસ કે એસીડીટી હોય, ભોજનનું પાચન બરાબર ન થયું હોય. આ કોઈપણ કારણસર પેટમાં દુખાવો થઈ શકે છે. જ્યારે પેટમાં અચાનક દુખાવો થવા લાગે તો ડેઇલી લાઇફના નોર્મલ કામ કરવામાં પણ મુશ્કેલી આવે છે.

પેટના દુખાવા માટે દવા ખાવી જરૂરી નથી. દવા વિના પણ તમે પેટના દુખાવાનો ઈલાજ કરી શકો છો. કોઈપણ કારણસર પેટમાં દુખતું હોય તો તેનાથી રાહત રસોડામાં રાખેલો મસાલો આપી શકે છે.

પેટમાં દુખાવો રહેતો હોય તો હિંગનો ઉપયોગ કરવો અસરકારક સાબિત થશે. રસોઈમાં જેનો ઉપયોગ કરવામાં આવે છે તે હિંગ પેટના દુખાવાથી પણ રાહત આપે છે. હિંગ પાચન માટે સૌથી બેસ્ટ ઔષધી છે. હિંગની મદદથી પેટના દુખાવાથી જ નહીં પરંતુ ગેસ કબજિયાતથી પણ છુટકારો મળે છે. તો ચાલો તમને જણાવીએ પેટના દુખાવામાં હિંગનું સેવન કેવી રીતે કરી શકાય.

પેટના દુખાવામાં આ રીતે કરો હિંગનો ઉપયોગ

1. પેટના દુખાવાથી તુરંત રાહત મેળવવી હોય તો હિંગની ચા બનાવીને તેનું સેવન કરો. જ્યારે પણ પેટનો દુખાવો થાય ત્યારે દિવસમાં એક વખત એક કપ ગરમ પાણીમાં ચપટી હિંગ અને સંચળ ઉમેરી તેને પી ચાની જેમ ધીરેધીરે પીવું. હિંગની ચા પીવાથી બ્લોટીંગ અને એસીડીટી પણ મટે છે.

2. પેટમાં વધારે પ્રમાણમાં દુખતું હોય તો ગરમ પાણીમાં હિંગ ઉમેરી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને નાભીની આસપાસ લગાવી દો. તેનાથી ગેસના કારણે થતો દુખાવો તુરંત મટે છે.

3. પાચન સંબંધિત સમસ્યા હોય તો એક ગ્લાસ હુંફાળા પાણીમાં ચપટી હિંગ ઉમેરીને દિવસમાં એક વખત પી લેવું. તેનાથી ડાયજેશન સુધરશે અને મેટાબોલિઝમ પણ બુસ્ટ થશે.

4. હિંગ અને આદુનું કોમ્બિનેશન પણ સ્વાસ્થ્ય માટે લાભકારક છે. હિંગ અને આદુથી પાચન સંબંધિત સમસ્યા દૂર થાય છે અને પેટનો દુખાવો મટે છે. આદુમાં ડાઈજેસ્ટિવ એન્જાઈમ હોય છે. તેની સાથે હિંગ ખાવાથી પાચન સંબંધિત સમસ્યા દૂર થઈ જાય છે અને પેટના દુખાવાથી રાહત મળી જાય છે.

નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.