ADVERTISEMENT
ADVERTISEMENT

યાદશક્તિ વધારવાની સાથે સ્વાસ્થ્યને ઘણા લાભ આપે છે અખરોટ, જાણો દરરોજ ખાલી પેટ તેને ખાવાના ફાયદા

હેલ્ધી રહેવા માંગતા લોકોના ડાયટમાં અખરોટ (Walnuts) જરૂરથી હોય છે. ત્યારે આજે અમે તમને ખાલી પેટે અખરોટ ખાવાના ફાયદા જણાવવા જઈ રહ્યા છે. ખાલી પેટે અખરોટનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેનું સેવન મગજ, દિલ અને શરીરના અન્ય ભાગોના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

દિવસમાં કેટલા અખરોટ ખાવા જોઈએ

  • એક્સપર્ટના મતે, દરરોજ ઓછામાં ઓછા 5-8 ટુકડા અખરોટના ખાવાથી ફાયદો મળે છે.
  • પાણીમાં પલાળેલા અખરોટ શરીરમાં ઝડપથી શોષાય છે.
  • શેકેલા અખરોટમાં પોષણનું પ્રમાણ ઘટે છે.

અખરોટ ખાવાના ફાયદા

હાર્ટ હેલ્થ માટે ફાયદાકારક

અખરોટમાં મળી આવતું ઓમેગા 3 ફેટી એસિડ ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. જેના કારણે હાર્ટ હેલ્થ પણ સારું રહે છે. આ સાથે તે કાર્ડિયોવેસ્ક્યુલર હેલ્થને યોગ્ય રાખે છે. દરરોજ અખરોટ ખાવાથી બ્લડ પ્રેશર (બીપી)ને કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

ડિપ્રેશનથી રાહત

દરરોજ અખરોટ ખાવાથી મૂડ સારો રહે છે અને ડિપ્રેશન જેવી સમસ્યાઓનો સામનો કરવામાં પણ મદદ મળે છે.

હાડકા માટે ફાયદાકારક

અખરોટમાં કોપર અને ફોસ્ફરસ પણ મળી આવે છે. જે હાડકાના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. અખરોટના સેવનથી બોન ડેન્સિટી બનાવી રાખવાની સાથે હેલ્ધી ફેટ્સની મદદથી જોઈન્ટ્સમાં લવચીકતા બનાવી રાખવામાં પણ મદદ મળે છે.

ADVERTISEMENT
ADVERTISEMENT

વજન કંટ્રોલ કરવામાં મળે છે મદદ

મર્યાદિત માત્રામાં અખરોટ ખાવાથી પેટ ભરેલું લાગે છે. જેના કારણે શરીરને એનર્જી મળે છે અને અનહેલ્ધી નાસ્તાથી બચી શકાય છે.

યાદશક્તિ તેજ બને છે

દરરોજ અખરોટ ખાવાથી મગજના કાર્યને યોગ્ય રાખવામાં મદદ મળે છે. જે યાદશક્તિને તેજ બનાવવાની સાથે ડિમેન્શિયા જેવા લક્ષણોને ઘટાડવામાં મદદ કરે છે.

અખરોટ ખાતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન

અખરોટમાં કેલરીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. તેથી ખાલી પેટે પલાળેલા અખરોટ વધુ પ્રમાણમાં ખાવાથી હેલ્ધી ફેટ્સ અને કેલરીની હાજરીને કારણે વજન વધવાનો ભય રહે છે.

ADVERTISEMENT
ADVERTISEMENT

નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.