અત્યારે દેશભરમાં ગણેશોત્સવની ધૂમ છે, ત્યારે આગામી દિવસોમાં નવરાત્રિને લઈને અત્યારથી ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. એવામાં ગુજરાતની લોકપ્રિય ગાયિકા રાજલ બારોટે પોતાના ઈન્સ્ટાગ્રામ પર નવરાત્રિ આઉટ ફિટમાં એક વીડિયો મૂક્યો છે. જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યાં છે.
રાજલ બારોટે પોતાના સોશિયલ મીડિયામાં મૂકેલા વીડિયોમાં નવરાત્રિના પરંપરાગત આઉટફિટમાં જોવા મળી રહી છે.
જ્યારે બેકગ્રાઉન્ડમાં 2005માં આવેલી વૉટર ફિલ્મનું ‘આયો રે સખી’ સૉન્ગ વાગી રહ્યું છે. આ ગીતને બૉલિવૂડના ટોપ સિંગર સુખવિન્દરસિંહ અને સાધના સરગમે પોતાનો સ્વર આપ્યો છે.
આ વીડિયોમાં રાજલ બારોટની કંઈક અલગ જ અદા જોવા મળી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા આ વીડિયો અત્યાર સુધીમાં 40 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. જેમાં યુઝર્સ રાજલ બારોટની સરખામણી ‘અપ્સરા’ સાથે કરી રહ્યા છે. જ્યારે આજ વીડિયોને ફેસબુક પર 45 હજારથી વધુ લાઈક મળી ચૂક્યા છે. ફેસબુક યુઝર્સ પણ આ વીડિયોમાં રાજલ બારોટની અદાઓ જોઈને વખાણ કરી રહ્યા છે. એક યુઝર્સે કોમેન્ટમાં સુંદર રજૂઆત લખવા સાથે ગુજરાતની શ્રોતાઓને એકના એક પ્રકારના ગીત અને રાસડાથી આગળ કંઈક નવું આપવાનું જણાવ્યું છે.