એક્ટ્રેસ જાનકી બોડીવાલાએ હમણાંજ તેના ફેન્સને યુએસએમાં નવરાત્રી ઉત્સવમાં ઝલક આપી હતી, જ્યાં તે ટ્રેડિશનલ ગુજરાતી લહેંગામાં જોવા મળી હતી. ‘ત્રિશા ઓન ધ રોક્સ’ ની અભિનેત્રીએ તેના શાનદાર લુક વાળી તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. રંગબેરંગી લહેંગામાં સજ્જ, જાનકીએ ઉત્સવની ભાવનાને સંપૂર્ણ રીતે માણી હતી.
તસવીરો સાથે, જાનકીએ કેપ્શનમાં લખ્યું કે, “યુએસએ નવરાત્રી સેલિબ્રેશન” વિદેશમાં સાંસ્કૃતિક ઉજવણીનો એક ભાગ બનવા પર તેણીની ખુશી અને ઉત્સાહ દર્શાવે છે. તસ્વીરોમાં ન ફક્ત તેની સુંદર પોશાક જોવા મળી રહી છે, પરંતુ નૃત્ય, સંગીત અને પરંપરાગત રીતરિવાજો સાથે નવરાત્રીની ઉજવણીની ઝલક પણ જોવા મળે છે.
ફેન્સે આ તસવીરોના ભરપૂર વખાણ કર્યા છે. એક યૂઝરે લખ્યું કે, ખૂબજ સુંદર લાગી રહ્યા છો. જ્યારે બીજાએ લખ્યુ કે, આ કપડામાં તમે ક્યૂટ લાગી રહ્યા છો. તેમણે વિદેશમાં રહીને પણ તેના મૂળ સાથે જોડાયેલા રહેવાના તેના સમર્પણની પ્રશંસા કરી હતી. તે આ આઉટફિટમાં ખૂબજ સુંદર લાગી રહી છે.