જન્માષ્ટમી પર રાશિ મજુબ કરો શ્રીકૃષ્ણ લડ્ડુ ગોપાલનો શ્રૃંગાર, બધી મનોકામના પુરી થશે

જન્માષ્ટમી ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિન છે. શ્રાવણ સુદ આઠમ પર સમગ્ર દેશમાં જન્માષ્ટમી તહેવાર ધામધૂમ પૂર્વક ઉજવાય છે. જન્માષ્ટમી પર ભગવાન કૃષ્ણની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. આ સાથે તેમનો ખાસ વસ્ત્રો અને આભૂષણ સાથે શ્રૃંગાર થાય છે. ઘણા લોકો ઘરે જન્માષ્ટમી ઉજવો છે અને શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ લડ્ડુ ગોપાળને વિવિધ સુંદર શ્રૃંગાર કરે છે.

જો તમારી રાશી મુજબ ભગવાનનો શ્રૃંગાર કરવામાં આવે તો શુભ ફળ પ્રાપ્ત થાય છે. ચાલો જાણીયે કઈ રાશિના લોકોએ કેવો ભગવાન શ્રીકૃષ્ણનો શ્રૃંગાર કરવો જોઇએ.

મેષ રાશિ

કૃષ્ણ જન્માષ્ટમી પર તમારે ભગવાન શ્રીકૃષ્ણને લાલ વસ્ત્રથી શણગારવા જોઈએ. એવું માનવામાં આવે છે કે કૃષ્ણનો લાલ વસ્ત્રથી શ્રૃંગાર કરવાથી વ્યક્તિના વિવાહિત જીવનમાં ખુશી આવે છે. તમારે ભગવાનને તારે માખન મિશ્રીનો ભોગ લાવવો જોઈએ.

વૃષભ રાશિ

વૃષણ રાશિના લોકોએ ભગવાન શ્રીકૃષ્ણના બાળ ગોપાલ સ્વરૂપનો ચાંદીની વસ્તુઓથી શ્રૃંગાર કરવો જોઈએ. આમ કરવાથી વૃષભ રાશિના જાતકોને ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ મળશે. આ સાથે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો જોઈએ.

મિથુન રાશી

આ રાશિના જાતકોએ ભગવાન શ્રીકૃષ્ણને લોહરિયા પ્રિન્ટવાળા વસ્ત્રો અર્પણ કરવા જોઈએ. આમ કરવાથી મિથુન રાશિના લોકોની હિંમત અને પરાક્રમમાં વધારો થશે. આ સાથે જ કૃષ્ણ ચાલીસાનો પાઠ કરવો જોઈએ.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો એ ભગવાન શ્રીકૃષ્ણનો સફેદ વસ્ત્રો થી શ્રૃંગાર કરવો શુભ માનવામાં આવે છે. કારણ કે તમારી રાશિનો સ્વામી ચંદ્ર દેવ છે. ભગવાનને દૂધ અને કેસર અર્પણ કરો.

સિંહ રાશી

સિંહ રાશિના જાતકોએ કૃષ્ણ ભગવાનને ગુલાબી વસ્ત્રોથી શ્રૃંગાર કરવું શુભ માનવામાં આવે છે. કારણ કે તમારી રાશિનો સ્વામી સૂર્ય દેવ છે. સાથે જ ભગવાનને અષ્ટગંધનું તિલક લગાવો.

તુલા રાશિ

તુલા રાશિના જાતકોએ ભગવાન શ્રીકૃષ્ણને કેસરી રંગના વસ્ત્રોથી શણગારવા જોઈએ. આ પછી ઘી માંથી બનેલી મીઠાઈનો ભગવાનને ભોગ લગાવવો જોઇએ.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકોએ જન્માષ્ટમી પર ભગવાન શ્રીકૃષ્ણનો લાલ વસ્ત્રથી શ્રૃંગાર કરવો જોઈએ. કારણ કે તમારી રાશિનો સ્વામી મંગળ છે. કૃષ્ણનો પંચામૃતથી અભિષેક કરો, જ્યારે આમ કરવાથી ભગવાન શ્રીકૃષ્ણ સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.

ધન રાશિ

ધન રાશિના લોકોએ જન્માષ્ટમી પર ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ લડ્ડુ ગોપાલને પીળા વસ્ત્રો પહેરાવવા જોઈએ. કારણ કે તમારી રાશિનો સ્વામી ગુરુ છે. સાથે જ ભોગમાં ભગવાન શ્રીકૃષ્ણને પીળા રંગની મીઠાઈ અર્પણ કરવી જોઈએ.

મકર રાશિ

મકર રાશિના જાતકોએ જન્માષ્ટમી પર લડ્ડુ ગોપાલને નારંગી રંગના વસ્ત્રનો શ્રૃંગાર કરવો જોઇએ અને મિશ્રીનો ભોગ લગાવવો જોઇએ. આમ કરવાથી તમને શ્રી કૃષ્ણના આશીર્વાદ મળશે.

કુંભ રાશિ

કુંભ રાશિના લોકોએ આસમાની રંગના વસ્ત્રોથી શ્રીકૃષ્ણનો શ્રૃંગાર કરવો શુભ રહે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તેમને ખ્યાતિ અને કીર્તિ મળે છે.

મીન રાશિ

મીન રાશિના જાતકોએ જન્માષ્ટમી પર પિતાંબર રંગના વસ્ત્રોથી ભગવાન શ્રીકૃષ્ણનો શ્રૃંગાર કરવો જોઈએ. ઉપરાંત, ભગવાનને પીળા રંગના કુંડળ પહેરાવવા જોઈએ. આમ કરવાથી શ્રી કૃષ્ણની કૃપા હંમેશા માટે તમારા પર રહેશે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)