ADVERTISEMENT
ADVERTISEMENT

આજે નાગપાંચમ: વિશ્વમાં 2900 જેટલી સાપની જાતિઓ છે

તા.23 અર્થાત સંપૂર્ણ આકાશ, પૃથ્વી, સ્વર્ગ, સરોવર-તળાવો, નળ, કુવા, સૂર્ય કિરણોં વગેરે જયાં જયાં પણ નાગ દેવતા વિરાજમાન છે તે બધાં અમારાં દુખોંને દૂર કરીને અમને સુખ-શાંતિપૂર્વક જીવન દો. એ બધાંને અમારાં તરફથી વારંવાર પ્રણામ છે.

આજે શ્રાવણ શુક્લ પંચમી( નાગ પંચમી) છે, જેને નાગ પૂજાનો મહાન તહેવાર માનવામાં આવે છે. શિવજીને સાપ વિશેષ પ્રિય છે, તેથી જ તેઓ સર્પ દેવતાને ગળામાં ધારણ કરે છે.

આ દિવસે સાપને દૂધ પીવડાવે છે, જે ખોટું છે. સાપ કયારેય દૂધ પીતો નથી. દૂધ તેને માટે ઝેર સમાન છે. શાસ્ત્રોમાં દેવી-દેવતાઓની સાથે મનુષ્ય, રાક્ષસ, કિન્નર, ગાંધર્વ, સાપનો ઉલ્લેખ છે. શાસ્ત્રોમાં તક્ષક, અનંત નાગ, વાસુકી જેવાં સાપની વાર્તાઓ છે.

બ્રહ્માંડમાં સ્વર્ગ, પાતાળલોક, મૃત્યુલોકની સાથે સાપની દુનિયાનું વર્ણન પણ કરવામાં આવ્યું છે. હિંદુ ધર્મમાં દેવી-દેવતાઓ તેમજ પશુ, પક્ષીઓ અને વૃક્ષોની પૂજા કરવાની પરંપરા છે શાસ્ત્રો અનુસાર શેષનાગને બ્રહ્માંડનો પ્રથમ સાપ માનવામાં આવે છે. શિવનાં ગળામાં વિરાજમાન સાપનું નામ વાસુકી છે. વાસુકીને શેષનાગનો ભાઈ માનવામાં આવે છે. નાગવંશમાં તક્ષકને સૌથી ખતરનાક સાપ માનવામાં આવે છે. તક્ષક નાગે તક્ષશિલાની સ્થાપના કરી તેમ મનાય છે.

ADVERTISEMENT
ADVERTISEMENT

આ ધાર્મિક મહાત્મય બાદ પ્રવર્તમાન સમયમાં સાપ વિશે વાત કરીએ તો 2900 જેટલી સાપની જાતિઓ પૃથ્વી પર વસે છે. જે પૈકી ભારતમાં અંદાજે 270 જેટલી જાતિઓ છે. તેમાં 50 જેટલાં ઝેરી સાપ છે. જેમાં જમીન પર વસતાં ઝેરી સાપ માત્ર ચાર છે બાકીનાં દરિયાઈ ઝેરી સાપ છે. ગુજરાતમાં જોવાં મળતાં ચાર ઝેરી સાપમાં કાળોતરો, નાગ, ખડચિતળ અને ફૂરસો(પૈડકું) છે. ગુજરાતમાં જોવા મળતી લગભગ 60 થી 62 પ્રજાતિઓમાંથી આ ચાર સાપનાં દંશ મનુષ્યો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

( નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)

ADVERTISEMENT
ADVERTISEMENT