ADVERTISEMENT
ADVERTISEMENT

યુવરાજની બાયોપિકમાં ક્રિકેટરની ગર્લફ્રેન્ડ બનશે આ અભિનેત્રી

ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહની બાયોપિકમાં તેની ગર્લફ્રેન્ડનું પાત્ર ફાતિમા સના શેખ ભજવશે તેવી ચર્ચા છે. નિર્માતા સાથે ફાતિમાની વાતચીત ચાલી રહી છે. જોકે ફિલ્મની ટીમ કે ફાતિમાએ હજુ સુધી આ અંગે સત્તાવાર રીતે ઘોષણા કરી નથી. ફિલ્મમાં યુવરાજ સિંહનો રોલ કોણ ભજવશે તેના વિશે હજી સુધી નિર્ણય લેવાયો નથી.

ટી સીરિઝના ભૂષણ કુમાર આ ફિલ્મ બનાવી રહ્યા છે.

તેનું દિગ્દર્શન રવિ ભાગચંદકા કરવાના છે.

ADVERTISEMENT
ADVERTISEMENT

ફાતિમા સના શેખ આ પહેલાં આમિર ખાનની ‘દંગલ’માં કામ કરી ચૂકી છે. જો તે યુવરાજ સિંઘની બાયોપિકમાં કામ કરશે તો તેની સ્પોર્ટસ આધારિત આ બીજી ફિલ્મ હશે.

જોકે, આ ફિલ્મની જાહેરાતથી ટ્રેડ વર્તુળોને નવાઈ લાગી છે કારણ કે છેલ્લાં બે વર્ષમાં સ્પોર્ટસ કેન્દ્રિત એક પણ ફિલ્મ ટિકિટબારી પર ચાલી નથી.

ADVERTISEMENT
ADVERTISEMENT