એવા મામૂલી ભાડામાં કોને રસ પડે?😅😝😂😜🤣🤪

પપ્પુ : સાહેબ!
તમે મને એ માટે પણ સજા કરશો કે
જે મેં કર્યું જ ના હોય?
સાહેબ : ના રે,
એવું તે વળી કરાતું હશે?
પપ્પુ : તો ઠીક, કારણ કે
આજે હું હોમવર્ક કરી લાવ્યો નથી.
😅😝😂😜🤣🤪

ચંદુ ચટપટ શરીરે ખૂબ દૂબળો હતો.
એ બસમાં મુસાફરી કરતો હતો.
એની પાસે એક જાડિયો માણસ આવીને બેઠો.
જાડિયો ઊંઘતો ઊંઘતાં ચંદુ ઉપર પડતો હતો.
અકળાઈને ચંદુ બોલ્યો, બસમાં માણસના
વજન પ્રમાણે ટિકિટના દર રાખવા જોઈએ.
જાડિયો માણસ બોલ્યો, એમ હોત
તો તારા જેવા દૂબળા માટે
બસ ઊભી જ ના રહેતી હોત…
કારણ કે એવા મામૂલી ભાડામાં કોને રસ પડે?
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)