વજન અને પેટ ઘટાડવા માટે ઘરે જ કરી શકો છો આ એક્સરસાઈઝ

 આજકાલ બદલાતી લાઈફસ્ટાઈલને કારણે વજન વધવાની સમસ્યા ઘણી જ વધી ગઈ છે. જો તમે પણ વધતા વજનથી પરેશાન છો? તો આજે અમે તમને પિલાટેસ (Pilates) એક્સરસાઈઝ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે વજન ઘટાડવામાં અને ફિટ રહેવામાં મદદ કરે છે.

પિલાટેસ (Pilates) એક્સરસાઈઝ આખા શરીર પર કામ કરે છે અને શારીરિક શક્તિ અને લવચીકતા વધારવામાં મદદ કરે છે.

તેનાથી માંસપેશીઓ પણ મજબૂત થાય છે.

સેલિબ્રિટી ફિટનેસ એક્સપર્ટ યાસ્મીન કરાચીવાલાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર માહિતી શેર કરી છે. દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ, કેટરિના કૈફ અને વાણી કપૂર જેવા ઘણા સેલેબ્સને ફિટનેસ ટ્રેનિંગ આપનાર આ ટ્રેનર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ઘણા ફિટનેસ વીડિયો શેર કરતી રહે છે.

બ્રિજ એક્સરસાઇઝ (Bridge)

  • તમારી પીઠ પર સૂઈ જાઓ.
  • ઘૂંટણને વાળીને પગને જમીન પર સીધા કરો.
  • હથેળીઓને ખુલ્લી રાખીને હાથને જમીન પર રાખો.
  • ધીમે ધીમે પગના નીચેના ભાગને ઉઠાવો.
  • ખભા અને માથું જમીન પર જ રાખો.
  • 2 સેકન્ડ માટે થોભો અને પછી ધીમે ધીમે નીચે આવો.
  • દરરોજ 10 થી 20 વખત રિપીટ કરો.

સિંગલ લેગ સર્કલ એક્સરસાઇઝ (Single Leg Circles)

  • તમારી પીઠ પર સૂઈ જાઓ.
  • બંને હાથને બાજુઓ પર ફેલાવો.
  • પગને ખભાની પહોળાઈમાં ખોલો.
  • ઘૂંટણને વાળ્યા વિના, સામે બાજુ એક પગ આગળ લંબાવો.
  • પછી પગ સાથે સર્કલ બનાવો.
  • ધ્યાન રાખો કે, પગ જમીનને સ્પર્શે નહીં.
  • બીજા પગ સાથે એક્સરસાઈઝને રિપીટ કરો.
  • શરૂઆતમાં 15 વખત એક્સરસાઈઝ કરો.

હન્ડ્રેડ એક્સરસાઈઝ (Hundred)

  • તમારી પીઠ પર સૂઈ જાઓ.
  • ઘૂંટણને 90 ડિગ્રી એન્ગલ સુધી ઉઠવો.
  • શરીરને ઉપરની તરફ ઉઠાવો.
  • હવે હાથ આગળ લંબાવીને તેમને સ્ટ્રેચ કરીને ઉપર અને નીચે કરો.
  • આ સ્થિતિને થોડા સમય માટે હોલ્ડ કરો.
  • પછી પગને સામેની બાજુ સ્ટ્રેચ કરો.
  • જૂની સ્થિતિમાં પાછા આવી જાઓ.
  • આ એક્સરસાઈઝને ઓછામાં ઓછા 10 વખત રિપીટ કરો.

સાઇડ લેગ કિક્સ એક્સરસાઇઝ (Side Leg Kicks)

  • બાજુ પર જમીન પર સૂઈ જાઓ.
  • જમણા હાથની મદદથી શરીરને ઉપર ઉઠાવો.
  • ડાબા હાથને કોણીથી વાળીને માથાની પાછળ મૂકો.
  • હવે જમણા પગથી આગળ અને પાછળની તરફ લાત મારો.
  • આ એક્સરસાઇઝ બીજી બાજુથી પણ કરો.

(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી. )