જેની ધોલાઈ કરવાની હતી.😅😝😂😜🤣🤪

રેખા : જુઓ,
આપણી દીકરી હવે પરણવા જેવડી થઈ છે.
હવે કોઈ ઠેકાણું ગોતીયે!
મહેશ : ઠેકાણા તો ઘણા જોયા,
પણ યોગ્ય મુરતિયો હજુ નથી મળ્યો.
જે મળે તે ગધેડા જેવા બુધ્ધુ હોય છે.
રેખા : મારા બાપુજી
જો એમજ વિચાર્યે રાખતા હોત
તો હું લગ્ન કર્યા વગર જ રહી ગઈ હોત.
😅😝😂😜🤣🤪

સુકલકડી પોપટલાલને ગુસ્સો આવ્યો.
તેણે દેશી ચડાવીને એક લીસ્ટ બનાવ્યું
જેમાં એ લોકોના નામ લખ્યા
જેની ધોલાઈ કરવાની હતી.
એવામાં હઠ્ઠોકઠ્ઠો પહેલવાન પાસે આવ્યો
અને પૂછ્યું કે આમાં મારું નામ છે?
સુકલકડી પોપટલાલ બોલ્યો : છે!
પણ કાઢી નાખું છું!
ક્ષમા તો વીર પુરુષનું ઘરેણું છે!
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)