ADVERTISEMENT
ADVERTISEMENT

આયર્લેન્ડની મહિલા ટીમે T20 ઈન્ટરનેશનલમાં ઈતિહાસ રચ્યો, પહેલીવાર ઈંગ્લેન્ડને હરાવ્યું

આયર્લેન્ડની મહિલા ટીમે પ્રથમ વખત ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઈંગ્લેન્ડની ટીમને હરાવીને શાનદાર પ્રદર્શન કર્યું છે અને ઈતિહાસ રચ્યો છે. બીજી T20I મેચમાં આયર્લેન્ડની મહિલા ટીમે ઈંગ્લેન્ડની મહિલા ટીમને 5 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં ઈંગ્લેન્ડના ખેલાડીઓએ પ્રથમ બેટિંગ કરીને 169 રન બનાવ્યા હતા. જે બાદ ઓર્લા પ્રેન્ડરગાસ્ટે આયરલેન્ડ માટે શાનદાર અડધી સદીની ઇનિંગ રમી અને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી.

તેના શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.

ઓર્લા પ્રેન્ડરગ્રાસ્ટે 80 રનની જોરદાર ઇનિંગ રમી હતી

લક્ષ્‍યનો પીછો કરતી વખતે આયર્લેન્ડની મહિલા ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. જ્યારે ઓપનર એમી હન્ટર માત્ર એક રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. આ પછી ગેબી લુઈસ અને ઓર્લા પ્રેન્ડરગ્રાસ્ટે રન બનાવવાની જવાબદારી લીધી. પરંતુ બાદમાં ગેબી લુઈસ 38 રન બનાવીને આઉટ થયો હતો. ઓરલાએ પોતાની બેટિંગ વડે ટીમને જીતની અણી પર પહોંચાડી હતી. તેણે 51 બોલમાં 80 રન બનાવ્યા જેમાં 13 ચોગ્ગા સામેલ હતા. લેહ પોલે 27 રન બનાવ્યા હતા. આ બેટ્સમેનોના કારણે જ આયર્લેન્ડની મહિલા ટીમે 19.5 ઓવરમાં લક્ષ્‍યનો પીછો કર્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી કેટ ક્રોસ અને મેડી વિલિયર્સે બે-બે વિકેટ લીધી હતી. બાકીના બોલરો ખરાબ રીતે ફ્લોપ રહ્યા હતા અને મેચમાં વધારે અસર કરી શક્યા ન હતા.

ADVERTISEMENT
ADVERTISEMENT

ઈંગ્લેન્ડ તરફથી ટેમી બ્યુમોન્ટે સૌથી વધુ 40 રન બનાવ્યા હતા

ઈંગ્લેન્ડની મહિલા ટીમની કોઈપણ ખેલાડી મેચમાં અડધી સદી ફટકારી શકી ન હતી. બ્રાયોની સ્મિથ (28 રન) અને ટેમી બ્યુમોન્ટ (40 રન)એ ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ સારી શરૂઆત કરી હતી, પરંતુ તેને મોટી ઇનિંગ્સમાં બદલી શક્યા ન હતા. અંતમાં પેઇજ સ્કોલફિલ્ડ (34 રન) અને જ્યોર્જિયા એડમ (23 રન)એ ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં સફળતા મળી ન હતી. આ ખેલાડીઓ આઉટ થતાની સાથે જ ત્યારપછીના બેટ્સમેનોએ સતત બેટિંગ કરી ન હતી અને ઈંગ્લેન્ડની બેટિંગ વિખેરાઈ ગઈ હતી. ઈંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં 169 રન જ બનાવી શકી હતી.

ADVERTISEMENT
ADVERTISEMENT