પાવભાજીનું નામ આવે એટલે દરેક વ્યક્તિને પોત પોતાના વસ્તારમાં જ્યાં સારા પાવભાજી મળતા હોય તેના નામ યાદ આવી જતા હોય છે. આજે રેસ્ટોરાં જેવી પાવભાજી ઘરે કેવી રીતે બનાવવી તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે. આ તીખી અને તમતમટી ટેસ્ટી પાવભાજી જોઈ તમારા મોઢામાં પાણી આવી જશે.
પાવભાજીની ભાજી બનાવવાની સામગ્રી
- કાશ્મીરી લાલ સુકા મરચા
- લસણ
- મીઠું
- ગાજર
- બીટ
- કેપ્સિકમ
- ડુંગળી
- વટાણા
- રિંગણ
- હળદર, લાલ મરચુ પાવડર
- મીઠું
- બટર
- કસુર મેથી
- જીરુ
- બટાકા
- કોથમરી
- લીંબુ
પાવભાજી બનાવવાની રીત
- પાવભાજી ત્રણ સ્ટેપમાં બનાવીશું
સૌ પ્રથમ લસણની ચટણી બનાવવા માટે 6 લાલ સુકા કાશ્મીરી મરચાને 3 કલાક ગરમ પાણીમાં પલાળી દો. પછી મિક્સરજારમાં આ પલાળેલા મરચાને થોડા પાણી સાથે ઉમેરો તેમા 7 લસણની કળીઓ અને મીઠું ઉમેરો. પછી તેને પીસી લો. પછી ચટણીને એક બાઉલમાં કાઢી લો. - બીજા સ્ટેપમાં સમારેલા ગાજર, ફ્લાવર, બીટ, બટાકા, રીંગણ, વટાણાને કૂકરમાં લઈ લો. પછી તેમા પાણી, પાવભાજીનો થોડો મસાલો, મીઠું ઉમેરી બાફી લો.
- ત્રીજા સ્ટેપમાં એક કઢાઈમાં તેલ લો. પછી તેમા જીરું, કસુરી મેથી, પછી બારીક સમારેલી ડુંગળીને ઉમેરો એને સાતળો. પછી સમારેલું કેપ્સિકમ ઉમેરી સાતળો. પછી હળદર, લાલ મરચું, પાવભાજી મસાલો, મીઠું ઉમેરી મિક્સ કરો. પછી બારીક સમારેલા ટામેટાને અને લસણની ચટણીને ઉમેરી મિક્સ કરો.
- કૂકરમાં બફાયેલા શાકભાજીને બરાબર મેશ કરી દો. એટલે કે છૂંદો કરી દો. પછી કઢાઈના વધારમાં આ તમામ શાકભાજીને ઉમેરી દો. પછી થોડીવાર પાકવા દો અને તેમા લીંબુનો રસ અને કોથમરી ઉમેરી દો. તૈયાર છે તમારી ભાજી.
- હવે એક કઢાઈમાં બટર લગાવો તેમા પાવભાજી મસાલો અને કોથમરી ઉમેરી તેમા પાવ શેકી લો. હવે તેને સમારેલી ડુંગળી અને છાસ સાથે સર્વ કરો.