ADVERTISEMENT
ADVERTISEMENT

ગુજરાતી સ્ટાઈલમાં કઢી ખીચડી બનાવવાની રેસિપી

કઢી અને ખીચડી ગુજરાતીઓમાં ખુબ જ ખવાતી વાનગી છે. ગુજરાતી સ્ટાઈલમાં આ કઢી ખીચડી કેવી રીતે બનાવવી તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે.

ખીચડી બનાવવાની સામગ્રી:

  • 1 કપ ચોખા
  • 1 કપ દાળ (મગ દાળ અથવા તુવેર દાળ)
  • 4 કપ પાણી
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી ધાણા પાવડર
  • 1 ચમચી ગરમ મસાલા પાવડર
  • સ્વાદ મુજબ મીઠું
  • 2 ચમચી ઘી

ખીચડી બનાવવાની રીત

  • 1). ચોખા અને દાળને ધોઈને પાણીમાં પલાળી દો.
  • 2). એક કૂકરમાં ઘી ગરમ કરો અને તેમાં જીરું ઉમેરો.
  • 3). ચોખા અને દાળ ઉમેરો અને મસાલા ઉમેરો અને મિક્સ કરો.
  • 4). મીઠું અને પાણી ઉમેરી તેને ધીમી આંચ પર રાંધો.
  • 5) કઢી સાથે ગરમાગરમ સર્વ કરો.

કઢી બનાવવાની સામગ્રી:

ADVERTISEMENT
ADVERTISEMENT
  • 1 કપ દહીં
  • નાની વાટકી ચણાનો લોટ
  • 1 ચમચી જીરું
  • આદુ-મરચાની પેસ્ટ
  • 1 ચમચી ધાણાજીરુ
  • 1 ચમચી ગરમ મસાલા પાવડર
  • સ્વાદ મુજબ મીઠું
  • 2 ચમચી ઘી
  • 1 કપ પાણી

કઢી બનાવવાની રીત

  • દહીં અને ચણાનો લોટ ભેળવીને મિશ્રણ બનાવો.
  • તેમા આદુ મરચાની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરો. આ મિશ્રણને ગાળી લો.
  • એક પેનમાં ઘી ગરમ કરો અને તેમાં જીરું ઉમેરો.
  • ધાણાજીરુ અને ગરમ મસાલા પાવડર ઉમેરો અને મિક્સ કરો.
  • દહીં-ચણાના લોટનું મિશ્રણ ઉમેરો અને મિક્સ કરો.
  • મીઠું ઉમેરી ધીમી આંચ પર પકાવો. તૈયાર છે તમારી કઢી

    ADVERTISEMENT
    ADVERTISEMENT