હિના ખાને કિમો થેરાપી વચ્ચે જીમનો વીડિયો શેર કર્યો

ટેલિવીઝનની જાણીતી અભિનેત્રી હિના ખાનને કૅન્સરનું નિદાન થયું ત્યારથી તે પોતાની તબિયત વિશે અને તકલીફો વિશે વિવિધ પ્રકારની અપડેટ આપતી રહે છે. તાજેતરમાં જ તેણે પોતાનો જિમમાં સ્ટ્રેન્થ ટ્રેનિંગનો એક વીડિયો શેર કર્યો હતો. હીના ખાને સ્ટેજ 3નું બ્રેસ્ટ કેન્સર છે. તેણે સોશિયલ મીડિયા પર આ વાત શેર કરી હતી. તાજેતરમાં તેણે તેને મ્યુકોસાઈટીસની અસર થઈ છે.

તેથી તે કિકબોક્સિંગ જેવી કસરત પણ કરી રહી છે. આ જીમ વીડિયોમાં તેણે પોતાની કસરતની ટ્રેનિંગ દર્શાવતા એક કેન્સર પેશન્ટ માટે કસરત કેટલી યોગ્ય છે, તે અંગે ચર્ચાઓ થઈ ગઈ હતી. ત્યારે કેટલાંક નિશ્ણાતોએ પણ આ અંગે પોતાનો મત રજૂ કર્યો હતો.

‘કિમોથેરાપી દરમિયાન દર્દીની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. તેથી દર્દીએ તંદુરસ્ત રહેવા માટે અને સારવારને સહન કરવા માટે કોઈ પ્રવૃત્તિ કે કસરત કરવી જરૂરી છે, તેથી દર્દીએ ઓન્કોલોજિસ્ટની સલાહ મુજબ કસરત કે કોઈ શારિરીક કામ કરવું જોઈએ.’ મુંબઈનાં એક ઓન્કોસર્જન મેઘલ સંઘવીએ કહ્યું હતું. કેમોથેરાપિથી શરીરમાં થાક અને સ્નાયુઓમાં અશક્તિ થઈ જાય છે. તેથી જો તાકાત વધે તેવી કસરત કરવાથી દર્દીનો મુડ સારો રહે છે અને ડિપ્રેશન અને એન્ક્ઝાઈટીમાં ઘટાડો થાય છે. વજન ઉંચકવાની પ્રેક્ટિસથી બોન ડેન્સિટી લોસથી બચી શકાય છે. પરંતુ નિષ્ણાતોના મતે દરેક દર્દી દીઠ કસરતના પ્રકાર અલગ હોઈ શકે છે. તે દર્દીને શરીરના કયા ભાગમાં કેન્સર છે અને તેના શરીર પર કિમોથેરાપીની કેટલી આડ અસર છે તેના આધારે કસરતનો પ્રકાર નક્કી થવો જોઈએ. પ્રાણાયામ, યોગા અને પોઝિટીવ માઇન્ડ સેટ, સારો પોષકતત્વોયુક્ત ખોરાક તેમજ સતત પ્રવાહી લેતાં રહેવું એ સારવાર દરમિયાન બહુ જરૂરી છે.

આ સાથે બીજો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં હિના ખાને કેન્સરની સારવાર દરમિયાન બ્રાઇડલ લૂકમા રૅમ્પ વૉક કર્યું હતું. આ વીડિયો અને તસવીરો હિનાએ પોતાના સોશિયલ મીડિયામાં શેર કર્યાં હતાં. તેણે કૅપ્શનમાં લખ્યું હતું, ‘મારા પિતા હંમેશા કહેતાં, પપ્પાની મજબૂત દિકરી, રડીને નહીં બેસી જવાનું, તમારી તકલીફો વિશે ક્યારેય ફરિયાદો નહીં કરવાની અને તમારી લાઇફ તમારા કંટ્રોલમાં જ હોવું જોઈએ, ટટ્ટાર ઊભા રહેવાનું અને તકલીફોનો સામનો કરવાનો. તેથી મેં પરિણામો વિશે વિચારવાનું બંધ કરી દીધું, મારા હાથમાં જે છે, તેના પર જ ધ્યાન આપું છું. બાકીનું અલ્લાહ પર છોડી દઉં છું. એ તમારી કોશિશ જુએ છે અને તમારી પ્રાર્થના સાંભળે છે અને તમારા મનમાં શું છે તે જાણે છે. આ સહેલું નહોતું પણ મેં મારી જાતને કહ્યું, ક્યારેય અટકીશ નહીં. કાલે રાત્રે..વર્ષો પછી બ્રાઇડ તરીકે તૈયાર થઈ.’ હિનાની આ પોસ્ટ પર ઘણા સેલેબ્ઝ અને તેના ફૅન્સે કમેન્ટ્સ અને રિએક્શન આપીને તેને ખુબ બહાદુર અને હિંમતવાળી ગણાવી હતી.