70 વર્ષની વયે હાર્ટ એટેક આવતા પ્રાણ પંખેરું નીકળી ગયુંસ્વર્ગસ્થ પોપ સ્ટાર માઈકલ જેક્સનના ભાઈ ટીટો જેક્સન હવે આ દુનિયામાં નથી રહ્યા. હાર્ટ એટેકના કારણે 70 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. 70 વર્ષની ઉંમરે માઈકલના ભાઈ ટીનો જેક્સને આ દુનિયાને અલવિદા કહી દીધું છે.
ટીટો જેક્સનનું મૃત્યુ તેના ચાહકો અને પરિવાર માટે એક આઘાત સમાન છે.
કહેવામાં આવી રહ્યું છે કે ટીટોનું મોત હાર્ટ એટેકના કારણે થયું હતું. ડ્રાઇવિંગ કરતી વખતે ટીટોને હાર્ટ એટેક આવ્યો હતો. આ પછી તેને બચાવી શકાયો નહોતો.
ટીટો જેક્સનના મૃત્યુની માહિતી તેમના પુત્રોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપી હતી. ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર ઘણી તસવીરો શેર કરવામાં આવી છે. કેપ્શનમાં લખ્યું છે, ‘ભારે હૃદય સાથે અમે જાહેરાત કરીએ છીએ કે અમારા પ્રિય પિતા, રોક એન્ડ રોલ હોલ ઓફ ફેમર ટીટો જેક્સન હવે અમારી સાથે નથી રહ્યા.
તમારામાંથી કેટલાક તેને પ્રખ્યાત જેક્સન 5 ના ટીટો જેક્સન તરીકે ઓળખતા હશે, કેટલાક તેને “કોચ ટીટો” તરીકે ઓળખે છે અથવા કેટલાક તેને “પોપ્પા ટી” તરીકે ઓળખે છે. તેમ છતાં તેમની ઘણી યાદ આવશે. તે આપણા માટે હંમેશા ‘ટીટો ટાઇમ’ રહેશે. અહી જણાવી દઈએ કે ટીટો જેક્સન એક સંગીતકાર હતા
માઈકલ જેક્સનની જેમ ટીટો જેક્સન પણ સંગીતની દુનિયામાં ચર્ચિત હતા. તે એક મ્યુજીશિયન હતા અને ટીટો ગિટાર પણ ખૂબ સારુ વગાડતા હતા. વર્ષ 2016 માં તેણે તેનું પહેલું સિંગલ આલ્બમ ‘ટીટો ટાઈમ’ રજૂ કર્યું. તેમની પાસે ગાવાની અને શાનદાર ડાંસ કરવાનું હુનર પણ હતું.