ઈન્ફોસિસના સંસ્થાપકએ કહ્યું ચાહકો સાથે યોગ્ય વર્તન કરતા શીખોઈન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિ અને તેની પત્ની સુધા મૂર્તિ ખુબ ચર્ચામાં રહે છે. હાલમાં નારાયણ મૂર્તિનું એક નિવેદન સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યું છે. જેમાં તે કરિના કપૂરને ઘમંડી કહી છે.
આઈટી ક્ષેત્રે નારાયણ મૂર્તિ મોટું નામ છે.ઈન્ફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિ અને તેની પત્ની સુધા મૂર્તિ અવાર નવાર ચર્ચામાં રહે છે.
હાલમાં નારાયણ મૂર્તિએ 70 કલાક કામ કરવાની વાત પર ખુબ ચર્ચાઓ થઈ હતી.જો કે હવે તેણે બાળકોના ઉછેર અંગે પોતાના વિચારો શેર કર્યા છે. તે કહે છે કે ઘરમાં અભ્યાસનું વાતાવરણ બનાવવું એ માતા-પિતાની સૌથી મોટી ફરજ છે.
બિઝનેસમેને અભિનેત્રીને ઘમંડી કહી
આમ તો પતિ પત્ની તેના નિવેદનને લઈ ચર્ચામાં રહેતા હોય છે. નારાયણ મૂર્તિનું એક નિવેદન હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યું છે. તેના આ નિવેદનના વીડિયો પણ થોડો સમય પહેલા ખુબ વાયરલ થયો હતો. જેમાં તે બોલિવુડ અભિનેત્રી કરિના કપૂર વિશે વાત કરી રહ્યા છે.અભિનેત્રીને ઘમંડી કહી છે.
તેમણે બોલિવુડ અભિનેત્રી કરિના કપૂર ખાન પર અહંકારી હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું ફ્લાઈટમાં તેની સાથે સફર કરનાર અભિનેત્રી વિશે કહ્યું કે, કરિના કપૂરે ફ્લાઈટમાં હાજર તેના ચાહકોનું સન્માન કર્યું ન હતુ. આઈઆઈટી કાનપુર વિદ્યાર્થીઓને સંબોધિત કરી તેમણે આ વાત કહી હતી. તેમણે કહ્યું એક દિવસ હું લંડન જઈ રહ્યો હતો અને મારી બાજુની સીટમાં કરીના કપૂર બેઠી હતી. કેટલાક ચાહકો તેની પાસે આવ્યા અને હેલો કહ્યું પરંતુ તેમણે પ્રતિક્રિયા પણ આપી નહિ. મને આશ્ચર્ય થયું. જે કોઈ મારી પાસે આવ્યું તો હું ઉભો થયો. અમે થોડી ચર્ચાઓ પણ કરી હતી.
નારાયણ મૂર્તિએ પોતાની વાત પૂરી કરી અને કહ્યું, ‘આ સમસ્યા નથી. મુદ્દો એ છે કે જ્યારે કોઈ પ્રેમ બતાવે છે, ત્યારે તમે તેને ફરી પાછો વ્યક્ત કરી શકો છો, પછી ભલે તે ગુપ્ત રીતે હોય. મને લાગે છે કે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારા અહંકારને ઓછા કરવાની એક રીત છે. નારાયણ મૂર્તિની દિકરી અક્ષતા મૂર્તિ બિઝનેસ વુમન અને ફેશન ડિઝાઈનર છે. તેના લગ્ન બ્રિટેનના પૂર્વ પ્રધાનમંત્રી ઋષિ સુનક સાથે થયા છે