આ ઘરેલું ઉપાયથી માત્ર 1 જ દિવસમાં ખીલ થઈ જશે ગાયબ; ઓઈલી સ્કિનની સમસ્યા પણ કરશે દૂર

કોઈપણ લગ્ન પ્રસંગની એક રાત પહેલા ચહેરા પર ખીલ હોવા એ આજકાલ ખૂબ સામાન્ય બાબત બની ગઈ છે. પરંતુ મેકઅપ દ્વારા તેને છુપાવવા સિવાય કોઈ રીત તમને જો ખબર નથી તો આ નુસખો તમારા માટે છે. ચહેરા પર ખીલની સમસ્યા મહિલાઓને પુરુષ

કરતાં વધારે રહે છે. આનું કારણ હોર્મોન્સ છે જે પિરિયડ, મોનોપોઝ અને પ્રેગ્નેન્સી દરમિયાન ખૂબ અવ્યવસ્થિત થઈ જાય છે.

આ ઉપરાંત વધારે પડતું તીખું, તળેલું અને મસાલેદાર ખાવાનું અને તણાવ પણ ખીલ થવા માટે જવાબદાર નિવડે છે.

જોકે ખીલને હટાવવા માટે બજારમાં ઘણી બધી પ્રોડક્ટસ મળી રહે છે. પરંતુ એક સામાન્ય અને અસરકારક ઘરગથ્થુ પ્રયોગ કરીને તમે એક જ દિવસમાં ખીલથી છુટકારો મેળવી શકો છો. તેનો ઉપાય છે બટેટાનો રસ. જેને રાત્રે સૂતી વખતે ગાલ ઉપર લગાડી રાખવાથી સવાર સુધીમાં એકદમ સ્વચ્છ ચહેરો થઈ જાય છે.

બટેટાના રસમાં એન્ટી એકને ગુણધર્મ હોય છે

બટેકાનો રસ એક કુદરતી અને પ્રભાવશાળી ઉપાય છે. જે ચામડીની સમસ્યાઓ ખાસ કરીને ખીલને દૂર કરવામાં મદદ કરે છે. બટાકામાં વિટામીન સી એન્ટિઓક્સિડન્ટ અને એન્ટી ઈમ્પ્લીમેન્ટરી ગુણો હોય છે. આ ખીલને સુકવી દેશે અને તેના સોજાને ઓછો કરવામાં મદદરૂપ થાય છે.

આવી રીતે કાઢો બટાકા નો રસ

સૌથી પહેલા એક તાજુ અને ચોખ્ખું બટાકુ લો. બટાકાને સારી રીતે ધોઈ અને તેની છાલ ઉતારી તેને નાના નાના ટુકડામાં કાપી લો. બટાકા ની સારી રીતે પીસ્યા બાદ તેને એક સુતરાઉ કાપડની મદદથી તેમાં રહેલો રસ કાઢી લો અને તેને એક એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી લો.

આવી રીતે કરો બટાકાના રસ નો ઉપયોગ

બટાકાનો રસ કાઢ્યા બાદ એક ચોખ્ખું રૂ લઈ, તેને બટેકાના રસમાં ડુબાડી તેને ધીરે ધીરે ખીલ વાળી જગ્યા પર લગાવો. રસ લગાવ્યા બાદ તેને આખી રાત માટે આ જ સ્થિતિમાં રહેવા દો. સવારે ઊઠ્યા બાદ ઠંડા પાણીથી મોઢું ધોઈ નાખો.

મોઢા પર બટેકા નો રસ લગાવવાના અન્ય ફાયદાઓ

બટાકાનો રસ ચામડીમાં રહેલી ગંદકી અને ધૂળને હટાવવામાં પણ મદદરૂપ બને છે. આ તમને શાઈની અને ગ્લોઇન્ગ સ્કીન આપે છે. બટેકાનો રસ ચહેરાને તાજગી અને ઠંડક આપે છે. તે પ્રાકૃતિક રીતે ચહેરાને હાઇડ્રેટ કરે છે. બટાકાના રસનો નિયમિત ઉપયોગ ચામડી ઉપર રહેલા ડાઘાઓ અને પેગમેન્ટેશનને પણ ઓછા કરવામાં મદદરૂપ થાય છે.