ADVERTISEMENT
ADVERTISEMENT

સચિન તેંડુલકરના પુત્રએ કર્યો કમાલ, 9 વિકેટ લઈને ટીમને અપાવી શાનદાર જીત

ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે તાજેતરમાં જ શાનદાર બોલિંગનું પ્રદર્શન કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. અર્જુન તેંડુલકર ડોમેસ્ટિક લેવલ પર ગોવાની ટીમ તરફથી રમતા જોવા મળે છે. અર્જુન તેંડુલકર આગામી ડોમેસ્ટિક ક્રિકેટ સીઝન માટે સંપૂર્ણ રીતે તૈયાર લાગે છે. દરમિયાન, KSCA ઇન્વિટેશનલ ટુર્નામેન્ટમાં, અર્જુન તેંડુલકરે લીધેલી 9 વિકેટને કારણે, ગોવાએ યજમાન કર્ણાટક (KSCA XI)ને 189 રનથી હરાવ્યું હતું.

KSCA XIમાં સામાન્ય રીતે અંડર-19 અને અંડર-23 ખેલાડીઓનો સમાવેશ થાય છે.

અર્જુન તેંડુલકરે કર્યો કમાલ

ગોવા અને KSCA-XI વચ્ચે રમાયેલી મેચમાં, અર્જુન તેંડુલકરે બંને દાવમાં બોલિંગ કરી હતી અને કુલ 26.3 ઓવરમાં 87 રન આપીને 9 વિકેટ ઝડપી હતી. અર્જુને આગામી પ્રથમ વર્ગની સીઝન માટે તેની તૈયારીઓનું ઉદાહરણ બતાવ્યું છે. આવી સ્થિતિમાં, પ્રથમ દાવ દરમિયાન અર્જુન તેંડુલકરે 13 ઓવરમાં 41 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.

ADVERTISEMENT
ADVERTISEMENT

અર્જુનની ધમાકેદાર બોલિંગના કારણે KACA ટીમ પ્રથમ દાવમાં માત્ર 103 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જ્યારે બીજી ઇનિંગમાં અર્જુને 13.3 ઓવરમાં 46 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. અર્જુનના આ પ્રદર્શનના કારણે જ ગોવાએ મેચ જીતી લીધી હતી. અર્જુન તેંડુલકરે અત્યાર સુધી 13 ફર્સ્ટ ક્લાસ મેચમાં 21 વિકેટ ઝડપી છે. ગત IPLમાં તે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા જોવા મળ્યો હતો.

અર્જુનના પરફોર્મન્સ બાદ યોગરાજ સિંહનું નિવેદન

ADVERTISEMENT
ADVERTISEMENT

અર્જુન તેંડુલકરના આ શાનદાર પ્રદર્શન બાદ હવે યુવરાજ સિંહના પિતા અને અર્જુન તેંડુલકરના કોચ યોગરાજ સિંહનું એક નિવેદન ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. યોગરાજ સિંહના એક ઈન્ટરવ્યુ દરમિયાન અર્જુન તેંડુલકરની ક્ષમતાઓ વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો. આ સવાલના જવાબમાં યોગરાજ સિંહે કહ્યું હતું કે, શું તમે ક્યારેય કોલસાની ખાણમાં હીરા જોયો છે? તે માત્ર કોલસો છે… પણ જો તમે તેને ઝવેરીના હાથમાં મુકો તો તે કોહિનૂર બની શકે છે. જો તે કોઈના હાથમાં આવી જાય જે તેની કિંમત જાણતો નથી, તો તે તેનો નાશ કરશે.