આપણા દેશમાં સેલ્ફ કેરને બહુ મહત્ત્વ આપવામાં આવતું નથી. તેનાથી વિપરિત, જેઓ સેલ્ફ કેર કરે છે તેમને સેલ્ફીસનું ટેગ આપવામાં આવે છે અને તેમની મજાક પણ કરવામાં આવે છે, જ્યારે સેલ્ફ કેર ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આપણે ઘરના વડીલો પાસેથી એક વાત સાંભળીએ છીએ કે જો તમે તમારું ધ્યાન નહીં રાખો તો બીજાનું ધ્યાન કેવી રીતે રાખી શકશો, આમાં સેલ્ફ કેર પર ભાર મૂકવામાં આવે છે.
તમારી જાત પર ધ્યાન આપીને તમે માત્ર શારીરિક રીતે જ ફિટ નથી રહી શકતા પરંતુ ટેન્શન મુક્ત જીવન પણ જીવી શકો છો. ચાલો જાણીએ કે સેલ્ફ કેરમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
બેલેન્સ ડાયટ લો
સેલ્ફ કેરની શરૂઆત હેલ્ધી અને બેલેન્સ ડાયટ સાથે થાય છે. તમારા ડાયટમાં તે વસ્તુઓનો સમાવેશ કરો, જે શરીરને ફિટ અને ફાઈન રાખે છે અને મૂડ પણ સારો રાખે છે. તમારા ડાયટમાં લીલા શાકભાજી, ફળો, ડ્રાય ફ્રુટ્સ, પ્રોટીનનો સમાવેશ કરો. વધતી ઉંમરમાં પણ યુવાન રહેવા માટે તમારા ડાયટમાં પ્રોટીનનો સમાવેશ કરો. આ સિવાય શરીરને દરરોજ આયર્ન, કેલ્શિયમ અને મેગ્નેશિયમની પણ જરૂર હોય છે. તમારા ડાયટમાંથી જંક અને પ્રોસેસ્ડ ફૂડને દૂર કરો.
ઊંઘમાં બાંધછોડ ન કરો
શરીર માટે ઊંઘની જરૂરિયાત સમજો. ઊંઘના અભાવે સ્થૂળતા, બ્લડપ્રેશર, સ્ટ્રેસ થઈ શકે છે, તો બીજી બાજુ પૂરતી ઊંઘ લેવાથી માત્ર સ્વાસ્થ્ય જ નહીં પણ ત્વચા પણ સ્વસ્થ રહે છે. માતા બન્યા પછી મોટાભાગની મહિલાઓ ઊંઘની કમીથી પીડાય છે અને તેને લાંબા સમય સુધી અવગણવાથી તેઓ તણાવ અને ડિપ્રેશનનો શિકાર બની શકે છે. હેલ્ધી ડાયટ અને એકસરસાઈઝ તમને ઊંઘમાં મદદ કરી શકે છે.
શારીરિક પ્રવૃત્તિ પર ધ્યાન આપો
શારીરિક પ્રવૃત્તિનો અભાવ ઘણા રોગોને જન્મ આપી શકે છે. જેની શરૂઆત સ્થૂળતાથી થાય છે અને જો તેને નિયંત્રિત કરવા માટે કાળજી લેવામાં ન આવે તો ડાયાબિટીસ, હાઈપરટેન્શન જેવી સમસ્યાઓનો ખતરો વધી જાય છે. દરરોજ પોતાના માટે અડધો કે 1 કલાક કાઢો અને તમારી પસંદગીનો વર્કઆઉટ કરો. પછી તે કોઈપણ ગેમ્સ હોય, સ્વિમિંગ હોય, ડાન્સ હોય કે એકસરસાઈઝ હોય. તેનાથી તમે વૃદ્ધાવસ્થામાં પણ ફિટ રહી શકો છો.
રૂટિન ચેકઅપ જરૂરી છે
દર 6 મહિને અથવા વર્ષમાં ઓછામાં ઓછું એકવાર ફૂલ બોડી ચેકઅપ કરાવો. જેથી બીમારીઓની સમયસર જાણ થઈ શકે. જો તેની સમયસર સારવાર મળે તો તેને ગંભીર સ્થિતિમાં પહોંચતા અટકાવી શકાય છે.
(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)