ADVERTISEMENT
ADVERTISEMENT

વર્કઆઉટ પહેલા ક્યારેય ન કરો આ ભૂલો, નહીં તો બગડી જશે તમારું સ્વાસ્થ્ય

તમે ઘણા લોકોના મોઢેથી આ વાત સાંભળી જ હશે, ‘ડેઈલી રૂટીનમાં વર્કઆઉટ સામેલ કરવું જોઈએ, આ તમને સ્વસ્થ અને ફિટ રાખે છે’ અને તે સાચું છે કે સ્વસ્થ રહેવા માટે તમારે દરરોજ થોડી હળવી કસરત કરવી જોઈએ. સવારે અથવા સાંજે વર્કઆઉટ કરવું જોઈએ. જો તમે પણ વર્કઆઉટ કરવાનું શરૂ કરી દીધું છે, તો જાણો વર્કઆઉટ કરતા પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે વર્કઆઉટ કરતા પહેલા કેટલીક નાની ભૂલોને કારણે તમે ફિટ થવાને બદલે બીમાર થઈ શકો છો.

વર્કઆઉટ કરવું જેટલું મહત્ત્વનું છે, તેટલું જ જરૂરી છે કે વર્કઆઉટ પહેલા અને પછીની નાની-નાની બાબતોનું ધ્યાન રાખવું. જે લોકો એ થોડા સમય પહેલા જ વર્કઆઉટ કરવાનું શરૂ કર્યું છે. તેમણે વર્કઆઉટ કરતા પહેલા અમુક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. તો ચાલો જાણીએ કે વર્કઆઉટ કરતા પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

વર્કઆઉટ પહેલા વોર્મઅપ કરો

જો તમે પણ ડેઈલી વર્કઆઉટ શરૂ કરવા ઈચ્છો છો અથવા તો વર્કઆઉટ શરૂ કર્યું છે તો જાણી લો કે હેવી વર્કઆઉટ પહેલા વોર્મઅપ કરવું ખૂબ જ જરૂરી છે. જો વર્કઆઉટ માટે તૈયાર નહીં થાઓ, તો તમને ઈજા થવાની અને તમારા સ્નાયુઓમાં તાણ આવવાની શક્યતા વધુ છે, જેનાથી સોજો અને દુખાવો થઈ શકે છે.

પાણી પીતી વખતે ખાસ ધ્યાન રાખો

ADVERTISEMENT
ADVERTISEMENT

વર્કઆઉટ પહેલા અને દરમિયાન શરીરને પાણીની જરૂર હોય છે, પરંતુ નાની-નાની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જેમ કે જો તમે વર્કઆઉટ કરવા જઈ રહ્યા હોવ તો તેના તરત પહેલા પાણી ન પીવો, પરંતુ ઓછામાં ઓછા 20થી 25 મિનિટ પહેલા પાણી અથવા કોઈપણ પ્રી વર્કઆઉટ ડ્રિંક પીવું જોઈએ. આ સિવાય જો તમે વર્કઆઉટની વચ્ચે પાણી પીતા હોવ તો પહેલા આરામથી બેસો અને લાંબા શ્વાસ લો, પછી થોડું થોડું પાણી પીવો. એકસાથે વધુ પાણી ન પીવું જોઈએ.

ભારે ભોજન લેવાની ભૂલ ન કરો

જો તમે વર્કઆઉટ કરવા જઈ રહ્યા હોવ તો ધ્યાન રાખો કે ભોજન અને વર્કઆઉટ વચ્ચે ઓછામાં ઓછું દોઢથી બે કલાકનું અંતર હોવું જોઈએ. વર્કઆઉટ પહેલા કોઈપણ પ્રકારનો ભારે ખોરાક ન ખાવો જોઈએ, નહીં તો તે ગેસ્ટ્રિક સમસ્યા પેદા કરી શકે છે, જેનાથી ઉબકા, ઉલટી, પેટમાં દુખાવો થઈ શકે છે.

ADVERTISEMENT
ADVERTISEMENT

(નોંધ: આ લેખ માં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી નાં ઉદ્દેશ્ય થી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય ને લગતી કોઈ પણ માહિતી નું પાલન કરતા પહેલા તમારા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.)