પોપસ્ટાર જસ્ટિન બીબર અને એની પત્ની અને મોડલ હેલી બીબરે જિંદગીનું એક નવુ ચેપ્ટર શરૂ કર્યું છે. લગ્નનાં 6 વર્ષ પછી પાવર કપલે પહેલાં બાળકનું આ દુનિયામાં સ્વાગત કર્યું છે. જસ્ટિન બીબરે સોશિયલ મિડીયા દ્રારા ફેન્સને આ જાણકારી આપી છે. જસ્ટિન અને હેલીનાં ઘરે દીકરાનો જન્મ થયો છે. સિંગરે એમનાં ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર દીકરાની પહેલી ઝલક શેર કરી છે અને સાથે નવા મહેમાનના નામનો પણ ખુલાસો કર્યો છે.
હેલી બીબરે દીકરાને જન્મ આપ્યો
જસ્ટિન બીબરે 24 ઓગસ્ટનાં રોજ સવારે દીકરાનાં જન્મની ખુશી ફેન્સની સાથે શેર કરી. કપલે 10 મેનાં રોજ સોશિયલ મિડીયા દ્રારા પ્રેગનન્સીનું એલાન કર્યું હતુ. જસ્ટિને એક પોસ્ટની સાથે જણાવ્યું હતુ કે એની પત્ની હેલી બીબર માતા બનવાની છે અને આ સાથે બન્ને પહેલાં બાળકનું આ દુનિયામાં સ્વાગત કરશે. ત્યારબાદ અનેકવાર હેલી એનાં બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી.
જસ્ટિન બીબરે શેર કરી દીકરાની તસવીર
આ ખુશખબરી આપીને જસ્ટિને દુનિયાભરનાં ફેન્સને ખુશ કરી દીધાં છે. જો કે આ વાત જાણીને ફેન્સ પણ ખુશ થઇ ગયા છે. જસ્ટિને ઇન્સ્ટાગ્રામ પર બેબી બીબરની પહેલી ઝલક શેર કરી છે જેમાં બાળકનાં નાનકડા પગ જોવા મળી રહ્યાં છે. આ પગ હેલીએ પકડ્યા છે. આ સાથે કપલે પહેલાં બાળકનાં નામનું પણ એલાન કર્યું છે. શનિવારનાં રોજ કપલે દીકરાની પહેલી ઝલક શેર કરી છે.
સેલેબ્સે જસ્ટિનને અભિનંદન પાઠવ્યા
આ મસ્ત તસવીર શેર કરતાં જસ્ટિન બીબરે ખુલાસો કર્યો કે એમનાં દીકરાનું નામ જૈક બ્લુઝ બીબર રાખ્યુ છે. ફોટાની સાથે બીબરે કેપ્શનમાં લખ્યું છે કે, ઘરમાં સ્વાગત છે જૈક બ્લુઝ બીબર. જસ્ટિનની આ પોસ્ટ જોતાની સાથે ફેન્સ ખુશ થઇ ગયા છે અને અભિનંદન પાઠવી રહ્યાં છે. ટીવી પર્સનાલિટી કાઇલી જેનરે પણ જસ્ટિનની પોસ્ટ પર કોમેન્ટ કરતાં અભિનંદન પાઠવ્યા છે. આ સાથે મ્યુઝિક ડાયરેક્ટર અલ્ફ્રેડો ફ્લોરેસ અને મ્યુઝિશિયન Harv એ પણ કોમેન્ટ કરીને બેબીની મુલાકાત કરવાની વાતને લઇને એક્સાઇટમેન્ટ વિશે વાત શેર કરી છે.