ફ્લાઈટમાં એક બાળક સિક્કો ગળી ગયો,
તેની મમ્મીએ મદદ માંગતા કહ્યું,
કોઈ મારા બાળકને બચાવો તે સિક્કો ગળી ગયો છે,
ત્યારે એક ભાઈ દોડતા દોડતા આવ્યા અને
બાળકને આડો-અવળો કરીને,
પીઠ ઠપકારીને,
ઊંધો લટકાવીને સિક્કો બહાર કાઢી આપ્યો.
બાળકની માં બોલી : તમારો ખુબ ખુબ આભાર,
શું તમે ડોક્ટર છો?
પેલો ભાઈ : ના, હું તો બેંક લોન રિકવરી એજન્ટ છું.
😅😝😂😜🤣🤪
પ્રશ્ન : પીડાની પરાકાષ્ઠા શું છે?
જવાબ : એક જ હાથ હોય તેવો માણસ ખીણની
ધાર પર હાથ વડે લટકી રહ્યો છે.
અને એની પીઠ પર સખત ખંજવાળ ઊપડી છે.
પ્રશ્ન : મોતની પરાકાષ્ઠા શું છે?
જવાબ : એણે પોતાની પીઠ ખંજવાળી લીધી.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)