રઘોઃ બકા! તું સાબુ કયો વાપરે છે?😜😅😝😂🤪🤣

દવાખાને બોર્ડ મારેલું હતુ, નવા કેસનાં 300 જુના કેસનાં 200
એક કાકા પહેલી વાર ગયા. કાકા કહે જૂનો કેસ છે
કેસ લખવા વાળી બેન કે
આખા મહિનાની ફાઇલ જોઇ પણ તમારુ નામ ક્યાંય નથી
ભાભા : તો હું શું ખોટુ બોલુ છુ કાગળ ક્યાંક મુકાય ગયો હશે
બેને ડૉક્ટરને અંદર જઈને કીધુ
ડોક્ટર કે આવુ કેવી રીતે બને કાઈ નઈ અંદર આવવા દે
તપાસ કરી ડોક્ટરે અંગ્રેજીમાં દવા લખી આપી
કાકા મેડિકલે ગયા કાગળ આપ્યું દવા આપો
મેડીકલ વાળો ભાઈ કે
કાકા આમાં દવા નથી લખી આમાં લખ્યું છે કે
બધુ બરાબર છે
આગળની જૂની દવા ચાલુ રાખવી. ડોકટર સાથે હોશિયારી કે
દોઢ દહાપણ કરવુ નહિં…નહિતર આવુ થાય
😜😅😝😂🤪🤣

રઘોઃ બકા! તું સાબુ કયો વાપરે છે?
બકોઃ અરૂણનો લીમડા સાબુ.
રઘોઃ અને શેમ્પૂ?
બકોઃ એ પણ અરૂણનું જ
રઘોઃ હેયર ઓઈલ?
બકોઃ એ પણ અરૂણનું જ
રઘોઃ આ અરૂણ બીજું શેનું શેનું પ્રોડક્શન કરે છે?
બકોઃ અરૂણ કોઈ પણ વસ્તુ બનાવતો નથી.
એ તો મારો રૂમમેટ છે.
😜

😅

😝

😂

🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)