દુનિયાના કોઈ પણ પિતાએ પોતાના પુત્રને ભણવાનું મહત્વ આટલી સરળ રીતે નહિ જણાવ્યું હોય😜😅😝😂🤪🤣

છોકરો : પપ્પા, કાલે ટીચરે સ્કૂલ માં ગુલ્ફી લઈને આવવાનું કીધું છે…
પિતાજી : અરે પણ કઈ રીતે લઈ જઈશ? ઓગળી જશે
સ્કૂલ સુધી પહોંચતા, તારી ટીચર અહીં નજીક જ રહે છે,
હું જ સવારે આપી આવીશ એના ઘેર.
સવારે ટીચર ના ઘેર…
પિતાજી :નમસ્કાર ટીચર.
આ લ્યો. તમારા માટે એકદમ ઠંડી ગુલ્ફી લાવ્યો છું.
ટીચર : ગુલ્ફી? કેમ? શેના માટે?
પિતાજી : તમે સ્કૂલે લાવવા કીધું તું ને, એવું મારા છોકરા એ કીધું.
એ તો નાનો એવો છે, ગુલ્ફી ઓગળી જાય,
એટલે હું જાતે જ લઈ આવ્યો…
ટીચર : તમારો છોકરો નાનો છે એ ખબર છે મને,
પણ તોતડો છે, એ તમને ખબર નથી લાગતી.
મેં એને ગુલ્ફી નહીં, સ્કૂલ ફી લાવવાની કીધી હતી….!!!
😜😅😝😂🤪🤣

દુનિયાના કોઈ પણ પિતાએ પોતાના પુત્રને
ભણવાનું મહત્વ આટલી સરળ રીતે
નહિ જણાવ્યું હોય.
“પરીક્ષામાં તારા દ્વારા આપવામાં આવેલા
દરેક ખોટા જવાબ,
ભવિષ્યમાં થનારા તારા હનીમૂનને
સ્વિટ્ઝર્લેન્ડથી છત્તીસગઢ તરફ લઇ જશે.
આ વાત ધ્યાનમાં રાખજે.”
છોકરો તરત વાંચવા બેસી ગયો અને
બે દિવસથી સતત વાંચી રહ્યો છે.
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)