શ્રાવણ માસની સ્પેશિયલ ફરાળી વાનગી, સ્વાદિષ્ટ બફવડા બનાવવાની એકદમ સરળ રેસિપી નોંધી લો

ફરાળી વાગનીઓ માર્કેટમાં આવી જાય છે. આજે ફરાળી બફવડા ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી ગુજરાતી જાગરણ આજે તમને અહીં જણાવશે.

ફરાળી બફવડા બનાવવાની સામગ્રી

બટાકા
શકેલી સીંગનો ભૂકો
ટોપરાનું ખમણ
મીઠું
ગરમ મસાલો
ખાંડ
કાજુના ટૂકડા
લીંબુનો રસ
સુકી દ્રાક્ષ
આદુ-મરચા પેસ્ટ
કોથમરી
આરારૂટ પાડડર (ફરાળી લોટ)

ફરાળી બફવડા બનાવવાની રીત

એક તપેલીમાં શેકેલી સીંગનો ભૂકો, ટોપરાનું ખમણ મીઠું, ગરમ મસાલો,ખાંડ, કાજુના ટૂકડા, લીંબુનો રસ, સુકી દ્રાક્ષ, આદુ-મરચા પેસ્ટ, કોથમરી, એક બાફેલુ- સીણેલું બટાકું ઉમેરી બધુ બરાબર મિક્સ કરી દો. પછી તેના નાના નાના બોલ બનાવી લો. આને આપણે સ્ટફિંગના બોલ કહીશું.

જે બાદ બીજા તપેલીમાં બે બાફેલા બટાકાનો છૂંદો કરી દો. પછી તેમા આરારૂટ પાડડર (ફરાળી લોટ), મીઠું ઉમેરો. પછી બરાબર મિક્સ કરી મોટા બોલ બનાવો, પછી હથેળીમાં પુરી જેવો સેપ આપી સ્ટફિંગનો બોલ આની વચ્ચે મૂકી પેક કરી દો. ગોળ સેપ આપી સરસ રીતે બંધ કરી દો.

નાની પ્ટેલમા આરારૂટ પાડડર (ફરાળી લોટ) મૂકી, આ ગોળ બોલને લોટમાં કવર કરી લઈશું. પછી તળવા માટે તેલ મૂકી, પછી બ્રાઉન થાય ત્યાં સુધી આ બધા બોલને તળી લો. તો તૈયાર છે તમારા સ્વાદિષ્ટ ફરાળી બફવડા…