ADVERTISEMENT
ADVERTISEMENT

સાંભળીને નવાઈ લાગશે, ઉપવાસમાં બનાવો ફરાળી હાંડવો

ગુજરાતમાં તો ઉપવાસમાં કઈ વાનગી નથી બનતી તે કહેવું અઘરું છે. બસ ટેસ્ટી ખાનાર લોકો જોઈએ. આવી જ એક રેસિપી એટલે ફરાળી હાંડવો. સાંભળવામાં થોડું અજુગતું લાગે પરંતુ ફરાળી હાંડવાની રેસિપી અમે અહીં જણાવી રહ્યા છીએ.

ફરાળી હાંડવો બનાવવાની સામગ્રી

સામો,
સાબુદાણા,
આદુ-મરચાની પેસ્ટ,
મીઠું,
દહીં,
દૂધી,ઈનો,
ફ્રુટ સોલ્ટ,
ખાંડ,

લવિંગ,
તજ,
કાળા મરી પાઉડર,
તેલ,
શેકેલી મગફળીનો ભુકો,
કોથમીર,
જીરું,
તલ,
મીઠો લીમડો.

ફરાળી હાંડવો બનાવવાની રીત

ADVERTISEMENT
ADVERTISEMENT

સ્ટેપ-1
સૌ પ્રથમ એક મિક્સર જારમાં સાબુદાણા અને સામો નાખીને ગ્રાઈન્ડ કરી લો.

સ્ટેપ-2
હવે એક બાઉલમાં સાબુદાણા,સામો,દહીં,આદુ-મરચાની પેસ્ટ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-3
હવે તેમાં દૂધીનું છીણ,શેકેલ જીરું,તજ-લવિગ-મરીનો પાવડર,ખાંડ,સીંગદાણાનો ભુકો ઉમેરીને મિક્સ કરી બેટર તૈયાર કરો.

ADVERTISEMENT
ADVERTISEMENT

સ્ટેપ-4
હવે એક નોન સ્ટીક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું,તલ અને મીઠો લીમડો સાંતળી હાંડવાનું બેટર રેડીને સારી રીતે પકાવો. તૈયાર છે ફરાળી હાંડવો તમે ચટણી સાથે સર્વ કરી શકો છો.