તું એ કેવી રીતે કહી શકે છે કે માણસ કરતા ઘોડા વધારે સમજદાર હોય છે ?😜😅😝😂🤪🤣

પરેશ નિશાળે જઈ રહ્યો હતો.
રસ્તામાં એક માણસે તેને પૂછ્યું : બેટા !
હું આ ફૂટપાથ પર સીધો ચાલતો રહીશ
તો હૉસ્પિટલે પહોંચી જઈશ ?
પરેશે કહ્યું : ના,
ત્યાં પહોંચવા માટે
તમારે રસ્તાની વચ્ચોવચ્ચ ચાલવું પડશે.
😜😅😝😂🤪🤣

રોહિત : તું એ કેવી રીતે કહી શકે છે કે
માણસ કરતા ઘોડા વધારે સમજદાર હોય છે ?
અમિત : સાવ સીધી વાત છે.
જયારે મેદાનમાં દસ ઘોડા દોડે છે ત્યારે
તેને જોવા માટે હજારો માણસો ભેગા થાય છે,
પણ જો ક્યાંક મેદાનમાં દસ માણસો દોડશે
તો એક પણ ઘોડો તે જોવા નહીં આવે.
😜😅😝😂🤪🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)