પંજાબી સિંગર અને ઍક્ટર દિલજિત દોસાંઝ અત્યારે વર્લ્ડ ટૂર પર છે અને એ અંતર્ગત હાલમાં જ તેની કૉન્સર્ટ પૅરિસમાં હતી. આ કૉન્સર્ટ દરમ્યાન એક ફૅને પોતાનો ફોન સ્ટેજ પર ફેંક્યો એનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. સ્ટેજ પર ફોન ફેંકાયો એ જોઈને દિલજિતને આશ્ચર્ય થાય છે અને તે ગાવાનું બંધ કરીને ફૅનને કહે છે, ‘શા માટે તું તારા ફોનને નુકસાન કરી રહ્યો છે.
આઇ લવ યુ બ્રધર, પણ આવું નહીં કર. કીપ યૉર ફોન સેફ, પાજી.’
આટલું કહીને તે ફોન પેલા ફૅન તરફ ફેંકીને પાછો આપી દે છે અને ફરી ગાવાની તૈયારી કરે છે. ત્યાં તેને અચાનક કંઈક સૂઝે છે અને પેલા ફૅન તરફ પાછો આવે છે, પોતાનું જૅકેટ કાઢે છે અને તેની તરફ ઉછાળી દે છે.
દિલજિતની આ દિલદારી જોઈને ચાહકો તેની વાહવાહ કરી રહ્યા છે.