રણબીર કપૂર સાથેની ફિલ્મ ‘ઍનિમલ’ પછી નૅશનલ ક્રશ બની ગયેલી તૃપ્તિ ડિમરીની ગાડી સડસડાટ દોડી રહી છે.
‘ઍનિમલ’ પછી વિકી કૌશલ સાથેની સફળ ‘બૅડ ન્યુઝ’ પછી તેની ઉપરાઉપરી પાંચ ફિલ્મો મુખ્ય હિરોઇન તરીકે આવી રહી છે એના વિશેનો રિપોર્ટ તમે ‘મિડ-ડે’માં ગયા અઠવાડિયે વાંચ્યો. આમાંની જ એક ફિલ્મ ‘વિકી વિદ્યા કા વો વાલા વિડિયો`ના કેટલાક ફોટો તૃપ્તિએ ગઈ કાલે સોશ્યલ મીડિયા પર શૅર કર્યા હતા, જે જોઈને તેના ચાહકો ખુશ થઈ ગયા હશે.
રાજકુમાર રાવ સાથેની તેની આ ફિલ્મ ૧૧ ઑક્ટોબરે રિલીઝ થવાની છે. તૃપ્તિએ ગઈ કાલે જે તસવીરો શૅર કરી એની સાથે લખ્યું હતું : કંઈક ધમાકેદાર આવી રહ્યું છે બહુ જલદી… થોડા તડપના તો બનતા હૈના.
તૃપ્તિએ ત્યાર બાદ આ ધમાકેદાર શું છે એની ઝલક પણ આપી હતી, તેણે રાજકુમાર સાથેના ગીતનું નાનકડું ટીઝર શૅર કરીને લખ્યું હતું કે આ ગીત કાલે (એટલે કે આજે) જોવા મળશે. આ ગીતના શબ્દો છે… મેરે મેહબૂબ મેરે મેહબૂબ, તેરા તડપના તો બનતા હૈ.