બોક્સ ઓફિસ પર ‘સ્ત્રી 2’ નો જાદુ હજી પણ યથાવત, 39 દિવસ પછી પણ કરોડોમાં કમાણી

અમર કૌશિક નિર્દેશિત ફિલ્મ સ્ત્રી 2 દરેક ફિલ્મો પર ભારે પડી રહી છે. ફિલ્મમાં શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની જબરદસ્ત એક્ટિંગે લોકોને દિવાના કરી દીધા છે. એવા ઘણા સીન છે જેને જોઈને તમે હસી હસીને બેવડ વળી જાઓ.

ફિલ્મ સ્ત્રી 2 ની બોક્સ ઓફિસ પર થોભવાનું થવાનું નામ લઈ રહી નથી. આ ફિલ્મ રિલીઝના 39 દિવસ પછી પણ કરોડોમાં બિઝનેસ કરી રહી છે.

દરેક વિકએન્ડ ફિલ્મ કરોડોમાં કમાણી કરી રહી છે. ચાલો જાણીએ ફિલ્મે અત્યાર સુધી કેટલી કમાણી કરી..

ફિલ્મની કુલ કમાણી
Sacnilk ની શરૂઆતી રિપોર્ટ અનુસાર સ્ત્રી 2 એ રવિવારે 4.85 કરોડ રુપિયાની કમાણી કરી હતી. કુલ કલેક્શનની વાત કરીએ તો અત્યાર સુધી ફિલ્મે 577.50 કરોડ રુપિયાની કમાણી કરી છે. જ્યારે વર્લ્ડ વાઈલ્ડ કમાણીની વાત કરીએ તો ફિલ્મ 835 કરોડને પાર કરી ચુકી છે.

આ મોટી ફિલ્મોના રેકોર્ડ તોડ્યા
ઉલ્લેખનીય છે આ હોરર કોમેડી ફિલ્મે ઘરેલુ બોક્સ ઓફિસ પર બાહુબલી 2, પઠાન, ટાઈગર જિંદા હૈ, ગદર 2 જેવી ફિલ્મોને કમાણમાં પાછળ છોડી દીધી છે.