કરણ જોહર સોશિયલ મિડીયામાં ખૂબ એક્ટિવ રહે છે. સામાન્ય રીતે બાળકોની સાથે વીડિયો શેર કરતો હોય છે. જો કે કરણ જોહરનાં આ વીડિયો બાળકોને ખૂબ પસંદ પડતા હોય છે. લેટેસ્ટમાં કપિલ શર્માનાં શો ઘ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો સિઝન 2 દરમિયાન કરણ જોહર એનાં બાળકો યશ અને રૂહી સાથેનાં બોન્ડિંગ વિશે ખુલીને વાત કરી હતી. શો પર બાળકોનો કિસ્સો શેર કરતાં કહ્યું કે યશ અને રૂહી મારા સૌથી મોટી ક્રિટિક છે.
ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો સિઝન 2નાં જજ અર્ચના પૂરણ સિંહે જ્યારે કરણ જોહરને એનાં બાળકો સાથે સોશિયલ મિડીયા વિડીયો વિશે પૂછ્યુ તો ડાયરેક્ટરે રસપ્રદ કિસ્સો કહ્યો. આ વિશે કરણે કહ્યું કે, બન્ને મારાં સૌથી મોટા ટ્રોલ છે. કરણ જોહરે આગળ વધુમાં જણાવ્યું કે, ‘મારાં બાળકો મારાં સૌથી મોટા ટ્રોલ્સ છે. હું દુનિયાથી કેમ ડરું?.’
ફેશન સેન્સ પર સવાલ
કરણે વધુમાં જણાવ્યું કે, એ મને હંમેશા એવો સવાલ પૂછતાં હોય છે કે તમે આ શું પહેર્યું છે? તમે મેકઅપ કેમ કર્યો છે? તમારાં વાળ કેમ આવા છે? કરણે અનેક એવાં વીડિયો શેર કર્યાં હતા જેમાં એનાં બાળકો કરણની મજાક કરતાં જોવા મળે છે.