ફવાદ ખાનની કમબેક ફિલ્મમાં રિદ્ધિ ડોગરાએ વાણી કપૂરને રીપ્લેસ કરી

પાકિસ્તાની એક્ટર્સને આવકારવા માટે બોલિવૂડ લાંબા સમયથી થનગની રહ્યું છે. જો કે ઓડિયન્સમાં બોયકોટ બોલિવૂડ ટ્રેન્ડ થવાની આશંકાથી નવા પ્રોજેક્ટ્સ શરૂ થઈ શકતા નથી. પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનની છેલ્લી બોલિવૂડ ફિલ્મ 2016માં રિલીઝ થઈ હતી, જેને કરણ જોહરે પ્રોડ્યુસ કરી હતી. આ ફિલ્મ પછી ભારતીય ઓડિયન્સે પાકિસ્તાની કલાકારોનો વિરોધ શરૂ કરતાં ફવાદ ખાનને અન્ય પ્રોજેક્ટ્સ મળ્યા ન હતા.

પાકિસ્તાન પ્રત્યેનો અણગમો ઘટી રહ્યો હોવાનું લાગતા ફવાદ સાથે ફિલ્મ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અગાઉ ફવાદની કમબેક ફિલ્મમાં વાણી કપૂરનો લીડ રોલ ફાઈનલ કહેવાતો હતો. જો કે વાણીના બદલે આ ફિલ્મમાં શાહરૂખ સાથે ‘જવાન’માં કામ કરનારી રિદ્ધિ ડોગરાને લીડ રોલ અપાયો છે.

રણબીર કપૂર અને ઐશ્વર્યા રાયનો લીડ રોલ ધરાવતી ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલ 2016માં રિલીઝ થઈ હતી, જેમાં ફવાદ ખાનનો મહત્ત્વનો રોલ હતો. ફવાદને ફિલ્મમાં લાવતા પહેલાં થીયેટર પ્રોજેક્ટનો અખતરો થયો છે, જેમાં ફવાદ સાથે રિદ્ધિ ડોગરા છે. ફવાદની કમબેક ફિલ્મમાં મૌનીને ધક્કો મારીને રિદ્ધિની પસંદગી થઈ હોવાનું અનુમાન છે. ફવાદની આ ફિલ્મના ડાયરેક્ટરનું નામ હજુ જાહેર થયું નથી, પરંતુ ફવાદ ખાન રોમેન્ટિક ફિલ્મથી કમબેક કરવાનો છે. ફવાદની આગામી ફિલ્મનું પેપરવર્ક થઈ ગયું છે. જેને જોતાં ફવાદનું કમબેક નિશ્ચિત છે. ફવાદની કમબેક ફિલ્મ અંગે ઓફિશિયલ કોઈ એનાઉન્સમેન્ટ થઈ નથી.